જીવન-પથ / વસતી અંગે સજાગતા જરૂરી

Need to be aware of the population

પંડિત વિજયશંકર મહેતા

Jul 11, 2019, 07:29 AM IST

કર્મયોગની જ્યારે પણ વાત આવે છે તો બધા ધર્મો માને છે કે કર્મ કર્યા વગર કોઇ રહી ન શકે. કર્મનો અધિકાંશ સંબંધ શરીરની સાથે છે. એટલે કે શરીરના અંગથી જ મનુષ્ય કામ કરે છે. દેહ એક કર્મ છે કામઊર્જાના માધ્યમથી સંતાનની ઉત્પત્તિ કરવી. માટે કર્મયોગની સાથે લખાયું છે કે વિવેકયુક્ત બુદ્ધિથી કર્મ કરો,અન્યથા કોઇ કર્મ દુષ્કર્મમાં બદલાઇ જશે. આપણે ભારતવાસી વધુ એક દુષ્કર્મ કરીએ છીએ અને તે છે સંતાનની સંખ્યા બાબતે. દુનિયા જ્યારે જનસંખ્યા દિવસ મનાવે તો તેનો મતલબ જ એ છે કે જનસંખ્યા કીડિયારીની માફક દુનિયામાં ન ફેલાય.

દરેક સંતાનને એટલો યોગ્ય બનાવો કે માતા-પિતા અને ખુદે એ સંતાનને ગર્વ થાય કે અમે આ ધરતી પર આવ્યા છીએ. આપણે કીડિયારાની માફક દુનિયામાં ફેલાઇ ગયા છીએ,જોકે કીડીઓમાં પણ એક વિશેષતા છે કે તે એક ખાસ તારીખ અને નિશ્ચિત સમયે જ વિવાહ કરે છે. સાંભળીને આશ્ચર્ય થાય છે, વિજ્ઞાને પણ આની ઉપર શોધ કરી છે,એ વાત અલગ છે કે તે શોધી ન શક્યા.હવે આપણે વિચારવું જોઇએ કે કીડી જેવા પ્રાણીની પાસે પણ પોતાની યોજના હોય છે, અને આપણી પાસે ખાસ કરીને સંતાનની ઉતપત્તિને લઇ કોઇ યોજના નથી.

જનસંખ્યા પ્રતિ જાગૃત થવું એ પણ એક યોજના છે, સંતાનને યોગ્ય બનાવવાની તૈયારી છે. આની ઉપર વિચાર કરવો જોઇએ, નહીંતર મનુષ્ય અને પશુમાં કોઇ ફરક રહેતો નથી. બન્ને બાળકો પેદા કરે છે, પણ પશુઓને તેની ચિંતા હોતી નથી અને જો મનુષ્ય પણ એવું કરવા લાગે તો તે યોગ્ય ન કહેવાય. બાળકનો ઉછેર પણ એટલું જ મહત્વનું છે.તેને યોગ્ય શિક્ષા આપો અને તેને લાયક બનાવવો જોઇએ.જેથી તે સમાજ માટે કંઇ કરી શકે.

X
Need to be aware of the population

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી