જીવન-પથ / જીવન મન કેન્દ્રિત નહીં, મન નિયંત્રિત હોવું જોઈએ

Life should be mind controlled, not mind centered

પંડિત વિજયશંકર મહેતા

Nov 20, 2019, 07:11 AM IST
મનુષ્ય પોતાના સંપૂર્ણ જીવનમાં કેટલાંક એવાં-એવાં કામો કરે છે કે 'તેણે આવું કેમ કર્યું' એ જાણવામાં વિજ્ઞાન પણ થાકી ગયું છે. બહુ મુશ્કેલ હોય છે એ જાણવું કે કોઇની અંદર શું ચાલી રહ્યું છે... ખાસ કરીને જ્યારે મનુષ્ય આપઘાત કરે છે તો તેની પાછળ જે લોકો રહી જાય છે, તેઓ વિવિધ પ્રકારની વાતો કરે છે, પરંતુ રહસ્ય એમને એમ રહે છે. જે લોકોએ આત્મહત્યા કરી દુનિયા છોડી, તેની પાછળની સ્થિતિ પર જો ચિંતન કરવામાં આવે તો જણાશે કે પરસ્પરના સંબંધોમાં કડવાશ, બીમારી, એકાકીપણું, ધંધામાં નુકસાન, દેવાનો બોજ, અપમાનની ચરમસીમા, કોઇ ખાસ સ્થિતિનો સામનો નહીં કરવાનો ભય જેવાં ઘણાં કારણો જણાશે. મનોવિજ્ઞાનીઓ તેના પર કામ કરી રહ્યા છે, પરંતુ અધ્યાત્મની દૃષ્ટિથી જુઓ તો જેમનું જીવન મનથી સંચાલિત છે, તેવા લોકો આત્મહત્યા માટે જલદી પ્રેરિત થાય છે. જીવનમાં મનુષ્યની અંદર આત્મહત્યા કરવાનો ઇરાદો જાગી શકે છે અને જો મન નિયંત્રિત નથી તો તે એ ઇરાદાને પ્રેરણા આપશે.
મનનું તો કામ જ વાતોને વધારી-ચઢાવીને દેખાડવાનું છે. તેથી આવી ઘટનાઓ થાય છે તો મન તેને વધુ ડરાવે છે. જે લોકોની એવી વૃત્તિ હોય અને જો તમને જાણકારી હોય તો તેમને પણ રોકો અને પોતાને પણ સમજાવો કે જીવન મન કેન્દ્રિત નથી, પણ મન નિયંત્રિત હોય. જ્યારે આપણે મનને નિયંત્રિત કરીએ છીએ ત્યારે શરીરથી આગળ વધી આત્મા સુધી પહોંચીએ છીએ અને આત્મા એક વાત બહુ સારી રીતે સમજાવી દે છે કે આત્મહત્યા કરીને આ શરીરથી મુક્તિ ના મેળવીશ...!
X
Life should be mind controlled, not mind centered

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી