જીવન-પથ / જીવન યુદ્ધ છે, તેથી પરમાત્મા સાથે જોડાયેલા રહો

Life is war, so stay connected to God

પંડિત વિજયશંકર મહેતા

Dec 10, 2019, 07:06 AM IST
જીવનમાં જ્યારે કોઇ સંકટ આવે છે તો આપણને પરમાત્માની નીકટતા જલદી મળી જાય છે. દુ:ખમાં મનુષ્ય ભગવાનની વધુ નજીક પહોંચી જાય છે. જ્યારે ભગવાનની નજીક જાવ, તેમની સાથે વાતો કરો તો તેમાં કરુણા હોય અને જો કંઇક માગવું હોય તો કૃપા માંગો. શ્રીરામ-રાવણ યુદ્ધમાં કુંભકર્ણનો એવો આતંક હતો કે વાનર ગભરાઇને ભાગવા લાગ્યા હતા. એવું લાગ્યું કે થોડી વધુ વાર કુંભકર્ણ જીવિત રહ્યો તો કોઇ વાનર નહીં બચે. ત્યારે તેઓ રામજી પાસે પહોંચ્યા કે રક્ષા કરો.... અહીં તુલસીદાસજીએ લખ્યું ' સરરુન બચન સુનત ભગવાના! ચલે સુધરિ સરાસન બાના!' વાનરોની કરુણાભરી વાત સાંભળતા જ ભગવાન ધનુષ-બાણ ઉઠાવીને ચાલ્યા. .. જીવનમાં ક્યારે એવો સંઘર્ષ આવી પડે તો પરમાત્મા પાસે કરુણાયુક્ત ચર્ચા કરો. તેમને કહો અમે તમારી પાસે સંસારિક વસ્તુઓ નથી માગતા, તે તો અમારે જ પ્રાપ્ત કરવાની છે.
તમે તો માત્ર કૃપા કરો. આ શબ્દો પર ધ્યાન આપો કે 'કરુણાભર્યા વચન સાંભળતા જ ભગવાન ચાલી પડ્યા'. આગળ લખ્યું કે ' રામ સેન નિજ પાછેં ઘાલી' ભગવાન આટલી સુરક્ષા આપશે કે આપણને પોતાની પાછળ કરી લેશે. જીવન પણ એક એવું જ યુદ્ધ છે, તેથી જીવનમાં પરમાત્મા સાથે જોડાયેલા રહો. સિંહવી ગુફામાં હાથીના મસ્તક પર જે ગજમુક્ત મણિ હોય છે તે તો આમ પણ મળી શકે છે. પરંતુ શિયાળના ઘરમાં જઇશું તો માંસ-હાડકાં શિવાય કંઇ નહીં મળે. તેથી સંબંધ સારા લોકો, મહાપુરુષો, અને ઇશ્વર સાથે રાખો. એ પરમશક્તિ કંઇક એવું આપશે જે તમારા જીવનયુદ્ધમાં કામ આવશે...
X
Life is war, so stay connected to God

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી