જીવન-પથ / ધાર્મિક હોવાનો અર્થ ખુદને જાણવું

Latest article by Pt. Vijayshankar Mehta

પંડિત વિજયશંકર મહેતા

Mar 19, 2020, 07:22 AM IST
સારામાં સારો ચિત્રકાર પણ ચહેરો બનાવવાની વાત આવે ત્યારે થોડી ભૂલ કરી બેસતો હોય છે. જે ચહેરાને આપણે દરરોજ અરીસામાં જોઈએ છીએ, ક્યાંક છુપાયેલા સ્વરૂપમાં જોઈએ છીએ તો તેનાથી પરિચિત તો હોઈએ જ છીએ, પરંતુ એ ચહેરો જ્યારે દોરવાની વાત આવે ત્યારે ચિત્રકાર હોય કે સામાન્ય વ્યક્તિ, સરળતાથી બનાવી શકશે નહીં, કેમ કે એક ચહેરાની પાછળ અનેક ચહેરા હોય છે. એક લાંબી જીવનયાત્રા હોય છે, ત્યારે જઈને ક્યાંક ચહેરો બનતો હોય છે. જો તમે તમારો અસલી ચહેરો જોવા માગો છો તો જીવના અંતિમ શ્વાસમાં જોવા મળશે. એવું કહેવાય છે કે, મરનારો વ્યક્તિ પોતાના અંતિમ શ્વાસ સાથે સમગ્ર જીવનનો ચહેરો જોવા લાગે છે. તમારા કોઈ પરિચિત, પ્રિયજન જેમનું મૃત્યુ થઈ ચૂક્યું હોય, તેમણે પોતાના મૃત્યુના સમયે જે રીતે અંતિમ શ્વાસ લીધો અને એ ક્ષણે જો તમે તેમની પાસે રહ્યા હોવ તો આવા દૃસ્યોને જરૂર નોટ કરીને તેના પર ચિંતન કરજો. પછી તેને તમારા અંતિમ શ્વાસ સાથે જોડી લેજો. આપણામાંથી દરેકની પાસે મૃત્યુના આવા દૃશ્યોની ધરોહર જરૂર હશે. જે લોકોએ આ દુનિયામાંથી વિદાય લીધી છે, તેઓ એક બોધપાઠ આપીને ગયા છે કે, અંતિમ સમયે શ્વાસ અરીસો હોય છે. પરંતુ આ અરીસામાં ચહેરો જોવાની તૈયારી એકદમ થઈ શકતી નથી, દરરોજ થોડી-થોડી કરવી પડે છે. તેને જ યોગ કહે છે. પૂજા-પાઠ, સાધનાનો પણ તેમાં સમાવેશ થાય છે. ધાર્મિક હોવાનો અર્થ એ જ છે કે, તમે ખુદને જાણી શકો, નહીં કે ધર્મના નામે તોફાન મચાવો.
X
Latest article by Pt. Vijayshankar Mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી