જીવન-પથ / જાણતા હોવા છતાં સાચાનો સાથ નથી આપતા

Knowing does not support the truth

Divyabhaskar.com

Nov 19, 2019, 07:31 AM IST
કેટલાક લોકો જાણે છે કે આ કામ ખોટું છે અને બીજો માર્ગ સાચો છે છતાં સાચા માર્ગે નહીં ચાલે, ખોટું કરવાનું છોડશે નહીં. કુંભકર્ણે યુદ્ધના મેદાનમાં વિભીષણને જોઇ જે આદર્શ સંવાદ કર્યો તે સાંભળી એવું લાગે છે કે તે બહુ વિદ્વાન અને સમજદાર હતો. પરંતુ પછી એણે પણ કહી દીધું કે આ સમયે હું એવી સ્થિતિમાં છું કે મને પોતિકું-પારકું કોણ કાંઇ સમજાઇ રહ્યું નથી. એવી જ વાત મહાભારતમાં દુર્યોધને પણ કહી હતી- 'હું જાણુ છું ધર્મ શું છે, પરંતુ ધર્મનું પાલન કરી નહીં શકું કારણ કે મારી વૃત્તિ એવી નથી'. કુંભકર્ણ અને દુર્યોધન જેવી વૃત્તિ જ્યારે આપણી અંદર જાગે છે તો આપણે પણ એવું જ કરીએ છીએ. જાણીએ છે સાચું શું છે અને ખોટું શું છે.
વિભીષણને જોઇ કુંભકર્ણ કહે છે કે 'બચન કર્મ મન કપટ તજિ ભજેહુ રામ રનધીર. જાહુ ન નિજ પર મુઝ મોહિ ભયઉં કાલબસ બીર.' મન, વચન અને કર્મથી કપટ છેડી શ્રીરામનું ભજન કરજે ભાઇ.., હું તો કાળના વેશમાં થઇ ગયો છું, મને આજકાલ પોતિકું-પારકું કાંઇ સમજાતું નથી.' તુલસીદાસજીએ રામચરિત માનસમાં કેટલાક લોકો પાસેથી કાંઇક એવી વાતો કહેવડાવી દીધી, જે મંત્ર બની ગઇ. જુઓ, કુંભકર્ણ કહી રહ્યો છે કે પરમાત્માને મન, વચન અને કર્મથી કપટ છોડી ભજજો.. ધ્યાન આપો જો આપણા મનમાં કાંઇક બીજું હોય, કહીએ છે કાંઇ અને કરીએ છે કાંઇ તો સમજી લો કે તમે પરમાત્માથી જોડાવાની તૈયારી ખોટી રીતે કરી રહ્યા છીએ. કુંભકર્ણ જે વાત વિભીષણને કહી ગયો તે આપણા જીવનમાં પણ મોટા કામની છે.
X
Knowing does not support the truth
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી