જીવન-પથ / પરિવારના સભ્યોને એક તાંતણે બાંધી રાખો

Keep family members together

પંડિત વિજયશંકર મહેતા

Jan 09, 2020, 07:28 AM IST
પરિવાર બચાવવો છે તો બધા જ સભ્યોને સમગ્રતા સાથે સ્વીકારવા જોઈએ. એટલે કે, તેમનાં સદગુણો અને અવગુણો બંનેને સ્વીકારવા જોઈએ. ત્યાર પછી સદગુણોને વધારો અને અવગુણોને દૂર કરવાનો પ્રયાસ કરો. દરેક સભ્યમાં સદગુણ-અવગુણ બંને હોય છે. જો તેના અંદર પાણી છે તો વરાળ પણ હશે, પદાર્થ છે તો પરમાત્મા પણ રહેશે. જો કોઈ દિવસ છે તો રાત પણ આવશે, તેમાં આગ છે તો ધૂમાડો પણ નિકળશે... દરેક સ્થિતિમાં પૂર્ણ સ્વરૂપે તેને સ્વીકાર કરવાનો રહેશે. આપણે ત્યાં કાયદો-વ્યવસ્થામાં બે પદ હોય છે. એક ન્યાયાધિશ, એટલે કે જજ અને બીજો દંડાધિકારી એટલે કે મેજિસ્ટ્રેટ. પરિવારના સભ્યો સાથે સંબંધ નિભાવતા સમયે ન્યાયાધિશ બનવાનો પ્રયાસ ન કરો, મેજિસ્ટ્રેટ બનો. ન્યાયાધિશ માત્ર ન્યાય પર ટકેલો હોય છે, પરંતુ દંડાધિકારી ઘણી બધી વાતોનો સ્વીકાર કરીને તંત્ર સુવ્યવસ્થિત રીતે ચાલે તેના પર ધ્યાન આપીને દંડ નક્કી કરે છે. પરિવાર ચલાવવા માટે આ અંતરને સમજવું જરૂરી છે. શાસ્ત્રોમાં એક વાત આવે છે કે, માછલી, પક્ષી અને કાચબો પોતાનાં બાળકોને દૂધ પીવડાવતા નથી, તેમ છતાં તેમનો ઉછેર કરે છે. જોઈને, સ્પર્શ કરીને અને ધ્યાન આપીને બાળકોનો ઉછેર કરી લે છે. આજે દરેક માતા-પિતાએ આ પદ્ધતિ અપનાવવી જોઈએ. બાળકોનો યોગ્ય ઉછેર, પરિવારને જોડીને રાખવો, અન્ય સભ્યો સાથે તાલમેલ બેસાડવો, પરિવાર બચાવવા માટે આ બધું જ અત્યંત જરૂરી છે.
X
Keep family members together

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી