જીવન-પથ / કર્મ, ફળને અલગ જોવા જોઇએ નહીં

Karma, the fruit should not look different

Divyabhaskar.com

Nov 28, 2019, 07:36 AM IST
'જમણે મોટી સફળતા મેળવવાની હોય તેમણે સપનાં જોવાં જોઇએ.' એવું આજની મેનેજમેન્ટની ભાષામાં કહેવાય છે. પરંતુ બરાબર રીતે સમજીશું નહીં તો સપનાં મુશ્કેલીમાં મૂકશે, ઊંઘ ઉડાડી દેશે અને જેની ઊંઘ પૂરી થતી નથી તે બેચેન થઇ જાય છે. તેથી મહત્વાકાંક્ષી વ્યક્તિ પરેશાન દેખાય છે. લોકોએ મહત્વાકાંક્ષાને પણ ખોટી રીતે લઇ લીધી છે. તમે કોઇ પણ ક્ષેત્રમાં હોવ જો આ વૃત્તિને સમજશો નહીં તો જે મેળવી રહ્યા છો તેનાથી વધુ ગુમાવી દેશો. કોઇ પણ આકાંક્ષા જ્યારે બહુ પ્રબળ થઇ જાય ત્યારે મહત્વાકાંક્ષા બની જાય છે. મન ઊંચી ઉડાન ભરવા લાગે.
દરેક ઘટનામાં, દરેક વ્યક્તિની ઉપર આપણી છબી આરોપિત હોય, આપણાં કર્મોને મહત્વ મળે, જ્યારે એવા ભાવ જાગવા લાગે તો અહીંથી મહત્વાકાંક્ષા જન્મ લે છે. પરંતુ તેને ખતમ પણ કરવી નથી. ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનની મહત્વાકાંક્ષાને જગાડી હતી કે તું યોદ્ધો છે અને તારે વિજયી થવાનું છે. પરંતુ એક વાત વધુ કહી હતી કે કર્મ અને ફળને બરાબર રીતે નહીં સમજ્યા તો મહત્વાકાંક્ષા પરેશાની બની જશે. કર્મ આવતા જ લોકો ફળ પર અટકી જાય છે અને એટલા અટકી જાય છે કે પછી કર્મ સારું હોય કે ખોટું તે ભૂલી માત્ર પરિણામ જોવા લાગે છે. શ્રીકૃષ્ણે કહ્યું હતું કે મહત્વાકાંક્ષી વ્યક્તિને કર્મ અને ફળને અલગ જોવા જોઇએ નહીં. કર્મમાં જ ફળને નાંખી દો. તેનાથી કર્મ જ ફળ બની જશે. જો કર્મ અને ફળ અલગ-અલગ છે તો મહત્વાકાંક્ષા ભારે પડશે.
X
Karma, the fruit should not look different
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી