જીવન-પથ / જીવનમાં દુ:ખ આવે ત્યારે સત્સંગ સાથે જોડાઓ

Join the Satsang when there is misery in life

પંડિત વિજયશંકર મહેતા

Jan 07, 2020, 07:20 AM IST
જીવનમાં ઘણી વખત એવો સમય આવતો હોય છે જ્યારે દુખના સમયમાં કોઈને સમજાવવા પડતા હોય છે. આપણે જેને સમજાવી રહ્યા હોઈએ છીએ, તે નજીકનો કે પારકો પણ હોઈ શકે છે, ઉંમરમાં મોટો પણ હોઈ શકે છે. આવા સમયે જે વાતોની મદદ લેવામાં આવે છે તેમાંથી એક છે કેટલીક જુની કથાઓ. કોઈ એવું ઉદાહરણ રજુ કરવું જેનાથી સાંભળનારી વ્યક્તિને થોડું આશ્વાસન મળે. રામ-રાવણ યુદ્ધમાં કુંભકર્ણના મૃત્યુ પછી રાવણ ખુબ જ દુખી થઈ ગયો હતો. ભાઈના કપાઈ ગયેલા મસ્તકને જોઈને તે બધું જ ભાન ભુલી ગયો હતો. જ્ઞાની તો હતો જ, વીર પણ હતો, તેમ છતાં દુખની ઘડીમાં બંને વસ્તુઓ ભુલી ગયો હતો.
આવું બધાની સાથે હોય છે. જ્યારે કોઈ મોટું દુખ આવે તો ભલ-ભલા લોકોની સમજશક્તિ બંધ થઈ જતી હોય છે. રાવણ રહી-રહીને વિલાપ કરે છે ત્યારે મેઘનાદ આવીને અનેક કથાઓનાં દૃષ્ટાંત આપીને તેને સમજાવે છે. કથાઓ સંભળાવવી એક પ્રકારનો સત્સંગ છે. જીવનમાં કોઈ ને કોઈ પ્રકારની મુશ્કેલીઓ આવતી રહે છે. આવી સ્થિતિમાં જ્યારે કોઈ કથા સાંભળવાની તક મળે તો જરૂર સાંભળવી. દાર્શનિક સુકરાતે તો ઝેરના અસરથી મરવાની પીડાને ઘટાડવા માટે પણ સત્સંગ કર્યો હતો. આથી, જીવનમાં જ્યારે પણ દુખ આવે ત્યારે સત્સંગ સાથે જોડાવું જોઈએ. સત્સંગમાં સાંભળવા મળતી કથાઓ દુખમાંથી બહાર નિકળવાનો માર્ગ બતાવે છે.
X
Join the Satsang when there is misery in life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી