જીવન-પથ / 'મારા-તારા'ની અજ્ઞાત ઊંઘ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Jul 09, 2019, 07:28 AM IST

એ મારા-તારાની આ રમત ઘણી જૂની છે. આ મારું છે, આની ઉપર મારો અધિકાર છે, હું કોઇને નહીં આપુ...આ બધુ તારું છે..તું મારામાં દખલ ન કર..આ પ્રકારની બબાલ જ્યારે માણસની જિંદગીમાં ઘર કરે છે તો તે કયારેય શાંત રહી નથી શકતો. જ્યારે મારું -મારું કરે છે તો તેમાં મમતા જાગે છે. મમતા એક પ્રકારની મૂર્ખતા છે, અને જ્યારે તેની સમજ જતી રહે છે કે શું મારું, શું તારું તો આ અજ્ઞાન એક અંધકાર બની જાય છે.અંધકાર એટલે રાત્રિ. દરેક રાત પછી એક દિવસ, પ્રકાશ હોવો જોઇએ.દુનિયામાં કોઇ પણ આ દાવો ન કરી શકે કે તેના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકાર નથી. મારા-તારાનો આ ખેલ બધાની વચ્ચે ચાલતો જ હોય છે, પણ સમયની સાથે આ અંધકારથી બહાર આવી જવું જોઇએ. રાવણને કાલનેમિએ કહ્યું - 'મૈં તૈં મોર મૂઢતા ત્યાગૂ, મહા મોહ નિસિ સૂતત જાગૂ.'મતલબ હું -તેના ભેદભાવ, મમતારૂપી મૂર્ખતાને છોડી દો. મોહરૂપી અજ્ઞાનની રાત્રિમાં ઊંઘો છો, એમાંથી જાગો. આ 'જાગ ઊઠો'શબ્દ જે કાલનેમિએ રાવણને કહ્યો , તે આપણા બધા માટે બહુ કામનો છે. આપણે બધા જ આ અંધકારમાં ઊંઘી રહ્યા છીએ. બહારના જગતમાં તો મારું-તારું સમજી શકાય છે, હવે તો લોકો પોતાના જ ઘર-પરિવારમાં પણ મારું-તારું કરવા લાગ્યા છે . પરિવારમાં કમાનારા વ્યક્તિઓની સંખ્યા વધતા લોકોમાં મારા-તારાની ભાવનાએ વધુ જોર પકડી લીધું હોવાથી પરિવારોમાં કંકાસની માત્રા વધતી જાય છે. બીજું કાંઇ નહીં તો પરિવારને લઇને તો અજ્ઞાનની આ નિન્દ્રામાંથી આપણે જાગી જવું જોઇએ. જે લોકો જાગી ચુક્યા છે તેમના પરિવાર ક્યારેય નહીં તૂટે.એક રાક્ષસ મનુષ્ય માટે બહુ માટો કામની વાત કરીને ગયા છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી