જીવન-પથ / ભાષા શુદ્ધ હશે તો લોકો સાંભળશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Jul 10, 2019, 07:43 AM IST

તમે જોજો ,ધીરે-ધીરે લોકોમાં વાતચીત કરવાનો પ્રકાર પણ બદલાઇ જશે.ધ્વનિ આધારિત શબ્દો ગૌણ બની જશે, લોકો એકબીજાની સાથે યંત્રના માધ્યમથી વાત કરશે.હવે કહેવાય છે ટેલિફોન પર પણ વાત ન કરો, મેસેજ મૂકીને વાત પૂરી કરી દો. પરિવારના સભ્યોની વચ્ચે પણ વાતચીત નહીં ને બરાબર થાય છે અને જો થાય છે તો તેમાં દલીલ અથવા સમસ્યા ઉભી થાય છે. પોતાની ભાષાને એટલા માટે શુદ્ધ કરો કે આવનાર સમયમાં લોકો સાંભળવાનું ઓછું પસંદ કરશે. પણ એ લોકોમાં સાંભળવાની ઇચ્છા પણ વધી જશે. જેની ભાષા સારી અને શુદ્ધ હશે. પછી ભલે કોઇ મોટું વ્યાખ્યાન આપવાનું ન હોય, તમે કોઇ વક્તા ન હો.પણ સામાન્ય રીતે પણ નવા અને વિચારપૂર્ણ શબ્દોનો તાલમેલ બેસાડજો. અહીંથી ભાષા શુદ્ધ થઇ જશે,ત્યારબાદ તેને રજુ કરો તો તેને સરળ રાખો. સરળનો અર્થ મીઠાશ પણ થશે. મીઠું બોલો, પછી થોડા મૌલિક શબ્દોનોે પ્રયોગ કરો અને વાતચીતમાં પારદર્શિતા રાખો. વાતને તમે જેટલી લંબાવીને કહેશો તો સાંભળનાર વ્યક્તિને કંટાળો પણ આવશે અને તેને સાંભળવામાં કોઇ રસ નહીં રહે. ઓછા શબ્દોમાં વધુ કહેવાની કળા દરેક વ્યક્તિએ શીખવી જોઇએ.સાંભળનારને લાગવું જોઇએ કે બોલનાર વ્યક્તિ દિલથી સંવાદ કરી રહી છે. પારદર્શકતા રાખવી હોય તો વાતને ટૂંકાવી દો. વૃંદાવનમાં જેમ બાંકેબિહારીના દર્શનના સમયે થોડવાર માટે જ પટ ખૂલે છે અને પાછા બંધ થઇ જાય છે. એવી રીતે જ પોતાની વાત પણ સંક્ષિપ્તમાં કરો કે સાંભળનારને લાગે કે સાંભળી લીધું પણ હજું કઇંક સાંભળવાનું બાકી રહી ગયું.ધ્યાન કરો, આવનાર સમયમાં વાતચીત ધ્વનિના સ્વરૂપે ઓછી હશે, પણ જે સારું બોલશે, તેને લોકો વધુ સાંભળશે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી