જીવન-પથ / આંતરિક પવિત્રતા ઈશ્વરની પ્રથમ પસંદ છે

Inner holiness is God's first choice

પંડિત વિજયશંકર મહેતા

Jan 17, 2020, 07:55 AM IST
અનેક લોકો એક સવાલ પુછે છે કે, ભગવાન કેવી રીતે મળે છે? આ દુનિયામાં લોકોએ પરમાત્માને મેળવવા માટે અનેક સાધન અપનાવેલા છે, ત્યારે સામાન્ય ભક્ત ભ્રમમાં પડી જાય છે કે ભગવાન કેવી રીતે મળશે? બે માર્ગ છે. એકમાં કઠણાઈ છે, કેમ કે તેમાં ખૂબ જપ-તપ, કર્મકાંડ કરવા પડશે. બીજો રસ્તો છે, તમારા હૃદયને શુદ્ધ કરો. તમે અંદરથી જેટલા પવિત્ર હશો, પરમાત્મા તેટલો ઝડપથી મળી જશે, કેમકે, આંતરિક પવિત્રતા ઈશ્વરની પ્રથમ પસંદ છે. પાપ અને પરમાત્મા ક્યારેય એકસાથે રહી શકે નહીં. આજે લોકો બહારથી તો ઘણા સ્વચ્છ, પવિત્ર દેખાય છે, પરંતુ અંદર અનેક પ્રકારનો કચરો લઈને બેઠા હોય છે, જે ભગવાન જોઈ લે છે અને તેમના જીવનમાં ઉતરતો નથી.
તમે અંદરથી જેવા પવિત્ર બનો છો, તમારું મન જાગી જાય છે. દુનિયામાં બે પ્રાણી એવા છે, જે ઊંઘતા સમયે પણ આંખો ખુલ્લી રાખે છે- માછલી અને સાપ. મનુષ્યએ આ બંનેની જેમ ઊંઘતા અને જાગતા સમયે સભાનતાની આંખ ખુલ્લી રાખવાની છે. તમારી જાતને અંદરથી પવિત્ર રાખવા માટે પાંચ કામ કરવા પડશે - ગુસ્સા પર કાબુ મેળવો, લાભને દૂર રાખો, કોઈનાથી ઈર્ષ્યા ન કરો, કોઈ પણ વસ્તુ સાથે વધુ પડતો લગાવ ન રાખો અને ઈચ્છાની અતિ ન કરો.જો તમે આ પાંચ બાબતો પર પ્રભુત્વ મેળવી લેશો તો તમે અંદરથી હંમેશાં પવિત્ર રહેશે. મન પવિત્ર હોય તો દરેક કર્મ સત્કર્મ બની જાય છે અને આવા લોકોના જીવનમાં પરમાત્મા સહર્ષ આવી જાય છે.
X
Inner holiness is God's first choice

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી