જીવનપથ / અંગત હિતની વિકૃત કામના સ્વાર્થ છે

Individual interests are selfishly distorted

પંડિત વિજયશંકર મહેતા

Dec 07, 2019, 07:08 AM IST
કોઇ પણ દ્રષ્ટિબાધિતને જોઇને પીડા થવી સ્વાભાવિક છે. જોવા ન મળે તેનું દર્દ એ જ જાણે છે કે જેઓ દુનિયા જોઇ શકતા નથી. કેટલાક જન્માંધ હોય છે તો કેટલાકની દ્રષ્ટિ ઉંમર વધતાં સાથ છોડી દે છે. શાસ્ત્રોએ એક નવી શ્રેણી પણ બતાવી છે. તે અનુસાર આ ચાર પ્રકારના લોકો આંખો સારી હોવા છતાં પણ દ્રષ્ટિબાધિત ગણાશે- અહંકારી, નશો કરવાવાળા, દુષ્કર્મી અને સ્વાર્થી. અહંકારી વ્યક્તિનો અહં એટલો હાવી થઇ જાય છે કે તે સાચું-ખોટું જોઇ શકતો નથી. તેને બસ એ જ દેખાય છે કે જેમાં તેનો અહં સંતોષાય છે. નશો કરનારા બીજી શ્રેણીના દ્રષ્ટિબાધિત છે. નશો તેમની વિચારવાની શક્તિ ખતમ કરી નાખે છે. નશો મનુષ્યની સમજને તેનાથી દૂર કરી દે છે. અમુક લોકો કંઇક ભૂલવા માટે તો અમુક મોજ-મસ્તી માટે નશો કરે છે પરંતુ આ પણ અસ્થાયી અંધાપો. ત્રીજી શ્રેણી દુષ્કર્મીની છે. મનુષ્ય જ્યારે પાપ કરે છે ત્યારે દ્રષ્ટિ પર પડદો પડી જાય છે. સારી વાતો વણસાંભળી-વણજોઇ કરવાની વૃત્તિ જ પાપ માટે પ્રેરિત કરે છે. ચોથી શ્રેણીમાં એ લોકો આવે છે કે જે સ્વાર્થી છે. અંગત હિતની વિકૃત કામના સ્વાર્થ છે. સ્વાર્થ આવતાં જ પરહિત પ્રત્યે આપણી દ્રષ્ટિ બાધિત થઇ જાય છે. તેથી જો તમારી પાસે દ્રષ્ટિ હોય, તમે જોઇ શકતા હોવ તો આ ચાર સ્થિતિથી બચો અને જો દ્રષ્ટિબાધિત છો તો પરેશાન ન થશો, તમારી અંતરદ્રષ્ટિ જાગૃત કરી લો. એવા ભરોસા સાથે કે કુદરત આપણી પાસેથી કંઇક લઇ લે છે તો સામે કંઇક અનોખું આપે પણ છે.
X
Individual interests are selfishly distorted

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી