જીવન-પથ / શક્તિશાળી છો તો કંઈક આપતાં સંકોચ ન કરો

If you're powerful don't hesitate to give something

Divyabhaskar.com

Jan 02, 2020, 07:14 AM IST
સપનું મહત્વ ગુણોથી વધે છે, આથી તમારા અંદર કેટલાક ગુણ જરૂર સાચવીને રાખો. મનુષ્યમાં એક ગુણ હોય છે - આપવાની વૃત્તિ. પરંતુ આપણું મન, આપણી કંજુસાઈ આ વૃત્તિમાં વિધ્નરૂપ બને છે. મન કહે છે - જો મને કંઈક નહીં મળે તો હું કોઈને કંઈ પણ નહીં આપું... હકીકતમાં એવું હોવું જોઈએ કે, આપતા સમયે લેવાની અપેક્ષા કે આશા બિલકુલ રાખવી નહીં. અગાઉના સમયમાં કેટલાક લોકો એવા હતા જે કેટલીક વસ્તુઓ મફતમાં આપી દેતા હતા.
માતા-બહેનો બંગડીવાળા પાસેથી સુહાગની બંગડી માગી લેતી હતી અને તે પણ ખુશી-ખુશી પૈસા લીધા વગર આપી દેતો હતો. દૂધવાળો જ્યારે દૂધ માપતો ત્યારે માતા-બહેનો કહેતી કે, ભાઈ, થોડું પ્રેમથી ભરો અને દૂધવાળો થોડું દૂધ મફતમાં આપી દેતો હતો. શાકભાજીની સાથે ધાણા ફ્રીમાં આવતા હતા. હવે, બધું જ ઊંધું થઈ ગયું છે. આજે પૈસા આપ્યા વગર દૂધ કે શાકભાજીની સાથે મફત ધાણા મેળવવા મુશ્કેલ કામ છે.
ઉપરવાળાનો કાયદો છે કે, તમે જ્યારે કોઈને કંઈક આપો છો અને પાછું મેળવવાની અપેક્ષા રાખતા નથી ત્યારે એ તેનાથી ચારગણું તમારી ઝોલીમાં નાખવા માટે તૈયાર રહે છે. તેના માટે ભરોસો રાખવો પડશે. આપણા દ્વારા આપવાથી સામેની વ્યક્તિનું શું વધ્યું, તેનો હિસાબ રાખો, પરંતુ આપણું કેટલું ઘટ્યું એ હિસાબ ઉપરવાળા પર છોડી દો. જો તમે શક્તિશાળી છો તો કંઈ પણ આપતા સમયે જરા પણ વિચાર ન કરો. એવું માની લો કે તેનાથી અનેકગણું વધીને પાછું તમારી પાસે આવી જશે....
X
If you're powerful don't hesitate to give something
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી