જીવન-પથ / મનુષ્ય બનીને આવ્યા છો તો બધાની મદદ કરો

If you have come as a human, then help everyone

પંડિત વિજયશંકર મહેતા

Nov 22, 2019, 07:31 AM IST
દુનિયામાં બધાને બધું જ મળી જાય તો તો પૂછવાનું જ શું હતું? બધું જ તો માત્ર પરમાત્મા પાસે હોય છે અને જેની પાસે કંઇ નથી હોતું તે સંન્યાસી હોય છે. તેમની વચ્ચેવાળા ક્યારેક છોડે છે, ક્યારેક પકડે છે અને તેથી તેમના માટે મૂંઝવણો પણ ઊભી થાય છે. જીવનમાં જે કંઇ પણ મળે અથવા થોડું વધુ મળવા લાગે તો બે ક્રિયામાંથી જરૂર પસાર થાવ- એક તો સૂર્યને જળ આપો અને બીજું, જ્યારે પણ તક મળે ત્યારે હવન જરૂર કરો. સૂર્યને જળ અર્પણ કરતી વખતે તમારી અંદર એ વિચાર જાગશે કે જેમ સૂર્યદેવતા સૌને સમાન રીતે પ્રકાશ વહેંચે છે તે રીતે આપણને કંઇ મળ્યું છે તો આપણે પણ વહેંચીએ. હવનનો અર્થ છે તમારા અર્જનનો એક હિસ્સો પ્રકૃતિને આપવો.
'મને મળ્યું છે તો હું જ ખાઇશ' એ પાપ છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે કંઇ મળે તો તેને બધા સાથે વહેંચો. સૌને સાથે લઇને ચાલો, તમે આગળ આવ્યા છો તો બીજાને પણ આગળ લાવો. તમે તમારો હાથ લંબાવીને, સહકાર આપીને કોઇને આગળ લાવી શકો છો. ભારેખમ વસ્તુઓને ક્રેન ઉપર ઊઠાવે છે. ક્રેનની શોધ ડેરિક નામની વ્યક્તિએ કરી હતી, જે પહેલા જલ્લાદ હતો. જલ્લાદ કોઇને ફંદો લગાવીને ઉપર ઊઠાવે તો તેનું જીવન સમાપ્ત થાય છે પણ ભલો માણસ ફંદો હટાવીને જ્યારે કોઇને ઉપર ઊઠાવે તો તેનું જીવન શરૂ થાય છે. તો આપણે સૂર્યદેવતા અને હવન સાથે દરેક દિવસને જોડીને અંદર એવો ભાવ જગાવવાનો છે કે ઇશ્વરે મનુષ્ય બનાવીને આ ધરતી પર મોકલ્યા છે તો સૌની મદદ કરીએ, સૌના કામમાં આવીએ.
X
If you have come as a human, then help everyone

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી