જીવન-પથ / મનને પકડી શકશો તો કણકણમાંં હશે ખુશી

If you can catch the mind, then there will be joy in the dough

Dainik Bhaskar

Jun 10, 2019, 07:14 AM IST

જે ભાવનાઓ તમને દરેક ઉંમરમાં ખુશ રાખી શકે તેમને પકડો. યુવાવસ્થાની ભાવનાઓ આપણી વૃધ્ધાવસ્થામાં નહીં રહે. વૃદ્ધાવસ્થા જે ભાવનાઓ સાથે જીવીએ છીએ, બની શકે છે કે તે યુવાવસ્થામાં તે ન રહે.પોતાની ભાવનાઓને પકડવા માટે આપણે આપણી અંદરના મુખ્ય કેન્દ્ર સુધી જવું પડે.કેન્દ્રનો અર્થ અહીં ચક્રથી છે. આપણા શરીરમાં મેરૂદંડના નીચલા ભાગથી લઇને મસ્તિષ્કના ઊપરી ભાગ સુધી સાત ચક્ર હોવાનું મનાય છે. થોડું ધ્યાન લગાવીને અભ્યાસ કરો તો સમજમાં આવશે કે તમારું મૂળ ચક્ર કયું હશે. ઉદાહરણ તરીકે જો તે નાભિનું ચક્ર છે તો પ્રતિદિન આંખો બંદ કરીને પોતાની પૂરી ચેતના નાભિ પર કેન્દ્રિત કરો. અહીં જે ભાવનાઓ પકડમાં આવશે તે જ તમારી ખુશીનું કારણ બની જશે. આ કોઇ કપરી ક્રિયા અથવા ઊંડી ફિલોસોફી નથી, જીવવાનો સરળ, સીધો ઉપાય છે.વૃદ્ધ વ્યક્તિ સ્મૃતિજીવી હોય છે. જુની સ્થિતિયોની યાદમાં જીવવા લાગે છે, મારટે સંભવત:વર્તમાન તેને ઓછું પસંદ આવે છે. ‘આપણા સમયમાં એવું થતું હતું, એમ થતું હતું. આ અનેક વૃદ્ધ લોકોનો આદર્શ વાક્ય બની જાય છે જે તેમની ખુશીઓ છીનવી લે છે. યુવા કૃતિજીવી હોય છે.તે વર્તમાનમાં જીવે છે, પણ તે તેના માટે સ્ટ્રેસનું કારણ બની જાય છે. તમે કોઇ પણ ઉંમરના હો, મનોવૈજ્ઞાનિક રૂપથી એક-બીજાની ભાવનાઓના કેન્દ્રને ઓળખો. જો એકબીજાને ઓળખી લીધા, પોતાના કેન્દ્રને પકડી લીધું તો કોઇપણ સ્થિતિમાં તમારી ખુશીને કોઇ રોકી નહીં શકે.

X
If you can catch the mind, then there will be joy in the dough
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી