જીવન-પથ / મગજ કામ ન કરે તો યોગની મદદ લો

If the brain doesn't work, seek the help of yoga

પંડિત વિજયશંકર મહેતા

Jan 21, 2020, 07:26 AM IST
સૃષ્ટિના ચમત્કાર પણ વિચિત્ર છે. જેવું કે વિજ્ઞાન માને છે કે, સમજદારમાંથી સમજદાર, અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિ પણ જીવનમાં પોતાના મગજનો અડધો ભાગ જ ઉપયોગમાં લઈ શકે છે. બાકીનો અડધા ભાગ આજીવન અનુપયોગી રહી જાય છે. જ્યાં સુધી અડધા ભાગથી કામ કકરશો, તમે ગમે તેટલા હોંશિયાર હોવ, જીવનની કેટલીક ઘટનાઓ પકડી શકશો નહીં. શ્રીરામ-રાવણ યુદ્ધમાં મેઘનાદ સતત માયા ફેલાવી રહ્યો હતો. એવું દૃશ્ય ખડું ક રાયું હતું કે, દસેય દિશાઓમાંથી બાણ છવાઈ ગયા. અહીં તુલસિદાસજીએ લખ્યું છે, 'ધરુ ધરુ મારુ સુનિઅ ધુનિ કાના. જો મારઈ તેહિ કોઉ ન જાના.' ચારેય તરફ પકડો... પકડો.., મારો... મારો... સંભળાતું હતું, પરંતુ જે મારી રહ્યું હતું, તેને કોઈ જાણી શક્તું ન હતું. આપણાં જીવનમાં પણ ઘણી વખત આવા દૃશ્ય બની જાય છે.
આજે જે પ્રકારનું વાતાવરણ છે, તેમાં હોબાળો વધારે છે, અત્યાચાર-દુરાચાર થઈ રહ્યા છે, તેમ છતાં આપણે એ જાણી શક્તા નથી કે આવું કોણ કરી રહ્યું છે..? આજુબાજુનું વાતાવરણ જ્યારે એવું થઈ જાય કે મગજ સંપૂર્ણપણે કામ ન કરે તો યોગની મદદ લો. કહેવાય છેકે , મનુષ્ય જ્યારે આજ્ઞા ચક્ર (બંને પાંપણની વચ્ચે) કામ કરે છે ત્યારે તેનું નિષ્ક્રિય રહેલું મગજ પણ કામ કરવા લાગે છે. એટલે કે, વિજ્ઞાન જે ચિંતામાં છે, તે યોગ દૂર કરે છે. આ ચિંતા જેવી દૂર થશે, આજુ-બાજુના એ તમામ દૃશ્યો દેખાવા લાગશે જે આપણને ખોટા કાર્યો તરફ ખેંચી જાય છે. પછી તમે સજાગ થઈને ખુદને પણ બચાવી શકશો અને બીજાને પણ.
X
If the brain doesn't work, seek the help of yoga

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી