જીવન-પથ / ટીકા થાય તો દૂરંદેશી-સહનશીલ બનો

If criticized, be far-sighted

Divyabhaskar.com

Jan 16, 2020, 07:28 AM IST
પોતાની ટીકા સાંભળીને સમજદારથી સમજદાર વ્યક્તિ પણ વિચલિત થઈ જાય છે. કેટલાક લોકો પોતાની વ્યાકૂળતા પ્રગટ કરી દેતા હોય છે અને કેટલાક છુપાવીને રાખતા હોય છે. હવે એવું તો બની શકે જ નહીં કે કોઈ તમારી ટીકા ન કરે. આ દુનિયામાં મોટાભાગના લોકો એવા હોય છે, જેમનો સ્વભાવ જ ઈર્ષ્યા કરવાનો છે. તમે તેમના માટે ગમે તેટલું કરી લો, તેઓ તો ઈર્ષ્યા કરવાના જ છે અને ઈર્ષ્યા કરવાનું સૌથી સારું હથિયાર ટીકા હોય છે. હવે જો સામેની વ્યક્તિએ હથિયાર ઉઠાવીને જ રાખ્યું છે તો તમારે યુદ્ધ તો કરવું જ પડશે.
યુદ્ધનો અર્થ વળતો જવાબ આપવાનો નથી હોતો. આ એક એવું યુદ્ધ છે, જે સુરક્ષા દ્વારા લડવામાં આવે છે, આક્રમણથી નહીં. ટીકા પ્રત્યે સૌથી સારું આક્રમણ કે બચાવ એ છે કે, આપણા પર તેની કોઈ અસર ન થવી જોઈએ. આપણે એ ટીકાની હકીકત પર ધ્યાન કેન્દ્રીત ન કરીને સત્ય પર ટકીએ. હકીકત ખોટી હોઈ શકે છે, સત્ય નહીં. કેટલીક વાતોની હકીકત સ્થાપિત થઈ જાય છે તો લોકો તેને જ સત્ય માનવા લાગે છે. જેવું કે, લોકકથાઓમાં જણાવાય છે કે, વાંદરો તરવાનું જાણતો ન હતો તો મગરની પીઠ પર બેસી ગયો. પરંતુ એવું નથી. વાંદરો પણ તરી શકે છે, પરંતુ કથામાં સ્થાપિત થયું એટલે લોકો આજ સુધી એવું જ માને છે કે, વાંદરાને તરતા આવડતું નથી. આવી જ રીતે કોઈ આપણી ટીકા કરે તો તેની હકીકત ન પકડો. જ્યારે-જ્યારે ટીકા થાય તો દૂરંદેશી બનો, સહનશીલ બનો. આ બંને બાબતો તમને ટીકાના આક્રમણથી બચાવી લેશે.
X
If criticized, be far-sighted
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી