જીવન-પથ / ભરોસો તૂટવા ન દે એ હનુમાન

Hanuman does not let the trust break

પંડિત વિજયશંકર મહેતા

Jun 11, 2019, 07:46 AM IST

એવું માનવામાં આવે છે કે જો તમે પૂરી ઇમાનદારીથી કોઇની પર વિશ્વાસ કરો તો બની શકે છે કે સામેની વ્યક્તિ તમને દગો આપે. પણ તમારા મૂકેલા વિશ્વાસ પર ઉપરવાળો પોતાની હાજરી ચોક્કસ નોંધાવશે. વિશ્વાસ નિશ્છલ અને નિષ્કપટ હોવો જોઇએ. લંકા કાંડના એક દૃશ્યમાં લક્ષ્મણને મૂર્છિત જોઇ સુષૈણ વૈદ્યે શ્રીરામને પ્રણામ કર્યા તથા પર્વત તથા ઔષધિનું નામ બતાવ્યું. આ દૃશ્ય પર તુલસીદાસજીએ લખ્યું- ‘રામ પદારવિંદ સિર નાયઉ આઇ સુષેન. કહા નામ ગિરિ ઔષધી જાહુ પવનસુત લેન. આનો સીધો અર્થ છે, રામ પ્રતિ સુષેણની શ્રદ્ધા હતા અને રામને સુષેણ પર પૂરો ભરોસો હતો. સુષેણે ઔષધિનું નામ બતાવ્યું, તે ક્યા પર્વત પર મળશે અને કોણ લેવા જશે તે પણ તેમણે જ નક્કી કર્યું. ‘ઔષધિ લેવા જાઓ એવું સુષેણે હનુમાનજીથી કહ્યું. સુષેણ માની ગયા હતા કે જે વ્યક્તિ મને લંકામાંથી લાવી શકે છે , તે ઔષધિ ચોક્કસ લાવશે.અહીં વિશ્વાસનની શૃંખલા ચાલી રહી હતી. રામ સુષેણ પર વિશ્વાસ કરી રહ્યા હતા , તો સુષેણ હનુમાનજી પર. જે સ્થિતિ એ સમય રામજી સાથે બની, એવી સ્થિતિ જીવનમાં ક્યારેક-ક્યારેક આપણી સાથે પણ બનતી હોય છે. જ્યારે પણ આવું કશું બને તો એ જ કરો જે શ્રીરામ અને સુષેણે કર્યું અને તે હતો હનુમાનજી પર પૂરો ભરોસો. હનુમાનજી છે જ ભરોસાના દેવતા. એક ભક્તના વિશ્વાસને તે ક્યારેય તૂટવા દેતા નથી. માટે જીવનમાં ગમે તેટલો મોટો સંઘર્ષ કેમ આપણી સામે ન આવે , કોઇ પણ વિપરીત સ્થિતિ આવે , તો હનુમાજી સાથે જોડાયેલા રહો. સંકટમોચન તમારી તમામ તકલીફોનો માર્ગ કાઢશે. જરૂર છે સંપૂર્ણ ભરોસો રાખવાની.
feedback: [email protected]

X
Hanuman does not let the trust break

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી