જીવનપથ / દુ:ખ આવવું અને દુ:ખી થવું બંને અલગ છે

Grieving and being sad are both different

પંડિત વિજયશંકર મહેતા

Jan 11, 2020, 07:40 AM IST
'સુખી બસૈ સંસાર, સબ દુખિયા રહે ન કોય. યહ અભિલાષા હમ સબકી સો ભગવન પૂરી હોય.' ભક્તો આ પંક્તી વારંવાર બોલતા હોય છે. જેમાં ભક્ત ભગવાનને કહે છે કે, હે પ્રભુ, આ સંસારને સુખી કરી દે અને એવી કૃપા વરસાવો કે, કોઈ પણ દુ:ખી ન રહે. ભક્તનું કામ તો માગવાનું છે, પરંતુ આ વાત સાંભળીને ભગવાન પણ કહેતા હશે, 'તેરા ભાવ તો અચ્છા હૈ. ક્યા બુરાઈ હૈ સુખ માંગને મેં.' ભગવાન એટલા માટે હસે છે કે, 'દુનિયામાં કોઈ સુખ એવું બન્યું નથી જે દુ:ખ વગર એકલું આવ્યું હોય. જોકે, દુ:ખ આવવું અને દુ:ખી થવું, એ બંને બાબતમાં અંતર છે. દુ:ખ તો આવે તો આવવા દો, જો મારી સાથે જોડાયેલા છો તો દુ:ખી થતાં બચી જશો.' તો પછી દુ:ખી થતાં કેવી રીતે બચવું? સંતો કહે છે કે, ઈશ્વરનું સ્મરણ જ્યારે-જ્યારે વધારશો, ત્યારે-ત્યારે દુ:ખી થતાં બચી જશો. જ્યારે પ્રભુ સ્મરણનો પ્રકાશ પ્રવેશ કરે છે ત્યારે દુ:ખ રૂપી અંધકારને જવું પડે છે.
ઈશ્વરના સ્મરણનો ફાયદો થાય છે કે વેદન,થાક, અશાંતિ, પીડા, બેચેની વગેરે બાબતોને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. તમે જ્યારે પ્રભુનું સતત સ્મરણ કરો છો ત્યારે અનુભવ થાય છે કે, આપણું શરૂર અલગ છે, મન અલગ છે અને આત્મા અલગ છે. દુ:ખોનું કેન્દ્ર મન છે. ઈશ્વરનું સ્મરણ કરવાથી મનને સમજવું સરળ બની જાય છે અને જેણે મનને સમજી લીધું છે, તે એ વાત સમજી જશે કે દુ:ખ આવવું અલગ બાબત છે અને દુ:ખી થવું તદ્દન જુદી બાબત છે.
X
Grieving and being sad are both different

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી