જીવન-પથ / જેને જે યોગ્ય હોય, તેને તે જ કામ આપો

Give the one who has the right to the job

પંડિત વિજયશંકર મહેતા

Nov 29, 2019, 07:14 AM IST

આમ તો ટેક્નોલોજીના આ યુગમાં માણસના પરિશ્રમને નવું રૂપ આપી દીધું છે. જે વાતો માટે પહેલા ભાગમભાગ કરવી પડતી હતી, તે હવે મોબાઈલના માધ્યમથી એક આંગળીના સહારે સરળતાથી પૂરું થઈ જાય છે. પહેલા આપણે ત્યાં કોઈ વિવાહ ઉત્સવ થાય તો ટેન્ટ હાઉસ જવું પડતું તો ક્યારેક બેન્ડવાળાને ત્યાં. નાના-મોટા સામાન માટે બજારમાં આંટો મારવો પડતો. આજે બધું ઓનલાઈન મેનેજ થઈ જાય છે. સમય બચે છે અને પરિશ્રમ પણ ઓછો પડે છે, પરંતુ આ ફાયદા પાછળ એક મોટું નુકસાન પણ છુપાયેલું છે. પહેલા આવા પ્રસંગે જ્યારે બહુ બધા લોકો મળતા હતા, તો પોતીકાપણું વધતું હતું. હવે તો બસ બેઠા બેઠા હુકમ કરો, એક અજાણી વ્યક્તિ આવશે અને કામ કરીને જતી રહેશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, કામની વહેંચણી કરવાથી પોતીકાપણું વધે છે. યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞમાં કામની વહેંચણી કરી હતી. કર્ણને દાન આપવાની, ભીમને ભોજનની અને અર્જુનને ગુરુ સેવાનું કામ અપાયું હતું, પરંતુ દુશ્મન દુર્યોધનને ખજાનો સોંપી દીધો હતો. આ અંગે યુધિષ્ઠિરે કહ્યું હતું કે, તે ઈર્ષાળુ છે તેથી વધુને વધુ ખર્ચ કરશે, જેથી મારું એટલું જ આયોજન સફળ રહેશે.

X
Give the one who has the right to the job

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી