જીવન-પથ / માહિતી કે સલાહ આપો, પરંતુ સાવધાની સાથે

Give that information or advice, but with caution

પંડિત વિજયશંકર મહેતા

Nov 26, 2019, 07:26 AM IST
જિંદગી એકબીજાના સહકાર વિના નથી ચાલતી. પરંતુ જ્યારે કોઈને સાથ આપો ત્યારે સાવધ ચોક્કસ રહો. વધુ ઉત્સાહમાં કોઈને સલાહ ના આપો અને તમારી પાસે જે માહિતી હોય તે સાવધાની સાથે જ વહેંચો. શ્રીરામ-રાવણ યુદ્ધમાં કુંભકર્ણનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. વિભીષણની પ્રશંસા કરવાની સાથે જ તેણે એમ પણ કહી દીધું કે, હું કાળના વશમાં છું, હવે તુ મારી સામેથી હટી જા. એ પછી કંઈ કરવાનો વારો હતો વિભીષણનો. વિભીષણ જાણી ચૂક્યા હતા કે, તેના મનના કોઈ ખૂણામાં સારપ છુપાયેલી છે, તે રામની ઈજ્જત પણ કરે છે પરંતુ હવે તે નુકસાન જ કરશે. અને મારી જવાબદારી છે કે, હું રામજીને સાવધ કરી દઉં અને કુંભકર્ણની અંદર જે સારપ છે, તેના કારણે તેનું પણ થોડું ભલું થઈ જાય.
બાદમાં વિભીષણે શ્રીરામ પાસે જઈને કહ્યું કે, નાથ ભૂધરાકાર સરીરા. કુંભકરન આવત રનધીરા. એટલે કે, હે નાથ પર્વત સમાન દેહ ધરાવતો રણધીર કુંભકર્ણ આવી રહ્યો છે. 'રનધીરા' એટલે કહ્યો કે, કુંભકર્ણ વીર હતો, જે મુશ્કેલી સર્જી શકતો હતો. તે રામને ચેતવણી હતી અને ક્યાંક ને ક્યાંક તેમાં કુંભકર્ણની ભલાઈ હતી. જીવનમાં જ્યારે પણ એવો પ્રસંગ આવે કે, બંને પક્ષ આપણા પરિચિત હોય, આપણે બંનેની નબળાઈ અને સારપ જાણતા હોઈએ, તો એવો પ્રયાસ કરવો જોઈએ કે આપણી સલાહથી બંનેનું ભલુ થાય. ટૂંકમાં પહેલા સા‌વધ થાઓ અને પછી સલાહ આપો. વિભીષણે એવું જ કર્યું હતું.
X
Give that information or advice, but with caution

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી