જીવનપથ / કર્મ કરવાની તક મળવી જ ફળ છે

Getting the chance to do karma is the fruit

Divyabhaskar.com

Dec 28, 2019, 07:12 AM IST
જે વાત તમારા હાથમાં નથી, તેનો તનાવ શા માટે કરવો? જેવા પ્રયાસ તમારા હાથમાં છે, પરંતુ પરિણામ તમારા હાથમાં નથી તો ક્યોરય પણ તનાવ કરશો નહી. પરિણામ સારું મળે તે માટે સંપૂર્ણ તાકાત લગાવી દો છતાં તમારી ઇચ્છા મુજબ પરિણામ આવે તે માટે વધુ દબાણમાં ન આવશો. પરિશ્રમ કરવામાં જો તનાવ થતો હોય તો મુશ્કેલી નથી પરંતુ જ્યારે દબાણ પરિણામ મેળવવાનો હોય તો પરેશાની શરૂ થઇ જાય છે. તમે જે કરી રહ્યા છો તેમા ફળની અભિલાષા તમને અશાંત કરી દેશે. હજુ પણ ઘણા એવા લોકો છે જે 12-12 કલાક કામ કરીને પણ તનાવમુક્ત રહે છે. જ્યારે કેટલાક એવા પણ છે જે એક કલાકમાં ડિપ્રેશનમાં આવી જાય છે. જે લોકોને આ વાત સમજમાં આવી ગઇ કે કર્મ અને પરિણામ અલગ-અલગ નથી. પણ જો કર્મમાં પરિણામ સામેલ હોય તો થોડા સમય બાદ સમજાઇ જશે કે આપણુ કર્મ કરવું જ તેનું ફળ છે. કોઇ કામ કરવાની તક મળે તો તમે તેનેજ પરિણામ માની લો. ત્યારે તનાવમાં નહીં આવો, પણ જેવા તમારી દૃષ્ટિ પરિણામ પર પડશે કે કર્મની નીતિ, તેની સાદગી બધું જ એળે થઇ જશે. અહીંથી તનાવ શરુ થાય છે. સુકું પાંદડું ઝાડ પરથી જાતે જ પડી જાય છે. તેવી જ રીતે જીવનમાં કેટલાક કામ આપમેળે થવા દો. પરિશ્રમ કરવાની તક મળી હોય તો કરો અને માનીને ચાલો કે પરિણામ તેમાં જ છુપાયેલું છે. પછી જુઓ મોટામાં મોટું કામ કર્યા પછી પરિણામમાં સફળતાની સાથે બોનસ રુપે શાંતિ પણ આવી જશે.
X
Getting the chance to do karma is the fruit
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી