જીવનપથ / જીવનનાં આ 4 રૂપ સંસ્કારોમાં સામેલ કરો

Get involved in these 4 forms of life

પંડિત વિજયશંકર મહેતા

Nov 23, 2019, 07:41 AM IST
આપણે બધા ચોવીસ કલાકમાં ઘણાં કામ કરીએ છીએ. માતા-પિતા, પતિ-પત્ની, ભાઈ બહેન, મિત્ર, બોસ, કર્મચારી વગેરે તેમના અનેક રૂપમાં ભૂમિકાઓ બદલતાં રહે છે. અને દરેક રૂપમાં આપણા બોલવા, સાંભળવા, કરવાની રીત અલગ હોય છે. એટલા માટે ઋષિ-મુનીઓએ આગ્રહ કર્યો કે 24 કલાકમાં પોતાની જાતને 4 ભાગમાં જરૂર વહેંચો. વ્યવસ્થાના નામે તેને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ કહેવાયા છે. એક વ્યક્તિ પોતાના જીવનમાં જ્યારે આ ચાર ભૂમિકા ભજવે છે એવી રીતે તેને 24 કલાકમાં આ ચાર અવસ્થાઓમાંથી પસાર થવું જોઈએ. બ્રહ્મચર્યનો અર્થ એ છે કે એક તપ અને તેની સાથે શીખવાની લાલસા. ગૃહસ્થનો મતલબ જવાબદારીનું ભાન, વાનપ્રસ્ત એટલે કે જે છોડવું છે, તેની કળાનું જ્ઞાન અને સંન્યાસનો અર્થ તો ભારે ગજબ હોય છે.
સંન્યાસી કહે છે કે હું જાણી ગયો છું આ ત્રણ જીવનમાં પરિપક્વ કેવી રીતે થવું. આપણા સૌની અંદર આ ચારેય પાત્રો ઉપલબ્ધ છે અને આ ચારેયની કડીનું નામ સંસ્કાર છે. સંસ્કાર હટાવી દેવાય તો પછી તમે તમારી ભૂમિકામાં વિખેરાઈ જશો. બની શકે કે પતન પણ થઈ જાય. અંગ્રેજ અધિકારી મેકાલે કહ્યું હતું કે જો ભારત પર પ્રહાર કરવો હોય તો તેના સંસ્કારોને છિન્ન ભિન્ન કરી નાખો. એવો જ કોઈ મેકાલે જ્યારે આપણી અંદર આવે છે તો જીવનની ચારેકોર સંસ્કારોને વિખેરી નાખે છે અને પછી આપણે પોતાની દરેક ભૂમિકામાં મુશ્કેલીમાં પડી જઈએ છીએ. એટલા માટે દરરોજ પોતાની અંદર આ ચારેય રુપ જોઇને તેને સંસ્કારોમાં સામેલ કરો.
X
Get involved in these 4 forms of life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી