જીવન-પથ / ઝેર પીને પણ અમૃત વચન બોલવા જોઈએ

Even poison drink should speak nectar

પંડિત વિજયશંકર મહેતા

Jan 08, 2020, 07:28 AM IST
દુનિયામાં કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. જો સુખ ઈચ્છો છો તો દુખ પણ આવશે, અમૃતની ઈચ્છા રાખશો તો ઝેર પણ પીવું પડશે. ઝેર પીવાનો અર્થ એ નથી કે ગ્લાસમાં લઈને ગટગટાવી જઈએ. જીવનમાં વિપરીત પરિસ્થિતિઓ આવવી, સંઘર્ષનો સામનો કરવો, કોઈ તમારું અપમાન કરે, તેમ છતાં પણ ચુપ રહેવું પડે, આ બધું જ ઝેર પીવા જેવું છે. એક વાત નક્કી છે કે દુનિયામાં ઝેર અને અમૃત એકસાથે રહી શકે નહીં, પરંતુ બે સ્થાન એવા છે જ્યાં બંને સાથે રહે છે. એક માનવીની જીભ અને બીજું ભગવાન શંકરનું કંઠ.
શિવજી એટલા માટે જ નીલકંઠ કહેવાયા છે, કેમ કે સમુદ્રમંથન દરમિયાન તેમણે જે ઝેર પીધું હતું તેને ગળામાં અટકાવી રાખ્યું હતું. જો તેઓ અંદર ઉતારતા તો તેમને નુકસાન થતું અને બહાર ફેંકતા તો દુનિયાને નુકસાન થઈ શકે તેમ હતું. આવું જ માનવીની જીભનું છે. જો ખરાબ બોલે તો સાંભળનાર માટે ઝેર અને સારું બોલે તો તે અમૃત કહેવાય છે. આપણી પાસે કંઠ પણ છે અને જીભ પણ છે. આથી, જ્યારે પણ તેનો ઉપયોગ કરો, બંને બાબતોનું સંતુલન જાળવી રાખો. સંયમની સાથે શબ્દો જ્યારે વાણીમાં પ્રગટ થાય છે ત્યારે બીજાની સાથે-સાથે તમને પણ સંતોષ આપે છે. દુનિયામાં કોઈ પણ એવો દાવો કરી શકે નહીં કે તેને ઝેરનો સામનો કરવો નહીં પડે. આપણી જીભ અને કંઠ શિવજી જેવા હોય તો ઝેર પણ પી શકીએ અને દુનિયાને અમૃત પણ આપી શકીએ!
X
Even poison drink should speak nectar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી