જીવન-પથ / પોતાની અંદર સાંભળવાની કળા પેદા કરો

Create the art of listening within yourself

Divyabhaskar.com

Dec 26, 2019, 07:10 AM IST
અનુભવ બોલે છે, બસ, સાંભળતાં આવડવું જોઇએ. આપણે દુનિયાભરનું સાંભળીએ છીએ. ક્યારેક સંગીત, ક્યારેક બીજાની વાતો પણ પોતાના અનુભવને સાંભળવા માટે પણ થોડો સમય કાઢો. દરેક મનુષ્ય પાસે કોઇ અનુભવ હોય છે. ઘણા લોકો તેમના સારા-નરસા અનુભવોનો સંગ્રહ કરી રાખે છે. ખરાબ અનુભવ તમને સમજ આપે તો તેમનો સંગ્રહ કરો પણ ઉદાસ કરે તો તરત રવાના કરી દો. પરંતુ સારા અનુભવોને ક્યારેય ખોવા ન દેશો. તે આપણી પોતાની મૂડી છે. અંતરમનની અદાલતમાં ઊભા થઇને તમારા અનુભવોની દલીલો સાંભળો. જેમ આજકાલ અદાલતો ચુકાદા સંભળાવતી વખતે કહે છે કે વિકૃત માનસિકતાવાળાઓને સમાજમાં રહેવાનો હક નથી. આ રીતે જ તમારી આત્મા તમને પોતાના અનુભવથી કહેશે કે ભ્રષ્ટ માનસિકતાવાળાઓને દેશમાં રહેવાનો અધિકાર નથી અને ઇર્ષા કરનારાઓને પરિવારમાં રહેવાનો હક નથી. સાંભળવાનું માધ્યમ બરાબર હશે તો જ તમે આ વાત સાંભળી શકશો. મનના માધ્યમથી સાંભળશો તો મન પોતે એક નશા માફિયા છે અને નશામાં સાચી વાત સંભળાતી નથી. નશાવાળો માણસ એવું માનીને ચાલે છે કે હું વિચારું છું એ જ સાચું છે. તેથી કોઇ કંઇ બોલે તો તે એ જ સાંભળે છે કે જે તે સાંભળવા માગતો હોય. પરંતુ જો બુદ્ધિથી સાંભળશો તો આત્માના અનુભવનો વધુ લાભ ઊઠાવી શકશો. તેથી એ વાત ક્યારેય ન ભૂલો કે અનુભવ બોલે છે, બસ તમે પોતાની અંદર સાંભળવાની કળા પેદા કરો.
X
Create the art of listening within yourself
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી