જીવન-પથ / મનનું વર્તમાન પર ટકવું જ એકાગ્રતા

Concentration only on the current of the mind

પંડિત વિજયશંકર મહેતા

Jan 22, 2020, 07:28 AM IST
એક વિદ્યાર્થી પોતાના અભ્યાસ માટે ગમે તેટલા પ્રયાસ કરે, તેણે એક કામ વધારાનું કરવું જોઈએ, મનને વર્તમાન પર ટકાવાનો અભ્યાસ. વિદ્યાર્થી જીવનમાં શરીર તો મદદ કરે છે, ઉંમરના આ સમયમાં આત્માની વાત વધુ ન કરવી જોઈએ, પરંતુ વિદ્યાર્થીનું મન તેને ગેરમાર્ગે દોરે છે. આ મનને જો વર્તમાન પર ટકાવી દેશો તે તે ભૂતકાળથી કપાઈ જશે, ભવિષ્યમાં કૂદકા મારવાનું છોડી દેશે અને અહીંથી જ જીવનમાં એકાગ્રતા આવી જાય છે.
મનનું વર્તમાન પર ટકવું જ એકાગ્રતા છે. જે લોકો કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે, તેમણે કી-બોર્ડ પણ ચલાવ્યું જ હશે. આપણે જ્યારે કી-બોર્ડ શીખવાનું શરૂ કરીએ છીએ ત્યારે ધ્યાનથી જોઈ-જોઈને અક્ષરો પર આંગળીઓ ચલાવવી પડે છે. આવી જ રીતે સાઈકલ ચલાવવાનું શીખતા સમયે પ્રથમ વગર તો એવું લાગે છે કે જીવનમાં તેનાથી અઘરું કામ કોઈ નથી. પરંતુ બે-ચાર, દસ વખત પેડલ લગાવ્યા પછી સંતુલન આપમેળે આવી જાય છે. મનની સાથે આવો જ પ્રયોગ કરવો પડે છે. તેને અભ્યાસમાં નાખી દેશો તો તમે જેવું કહેશે તેવું જ કરવા લાગી જશે. જેવી રીતે અભ્યાસ થયા પછી કી-બોર્ડની આંગળી મુકવા ઈચ્છો ત્યાં જ જાય છે. મન પણ તેવું જ બની જશે, પરંતુ તેને ભૂતકાળ અને ભવિષ્યકાળથી અટકાવા માટે યોગની મદદ લેવી પડશે. વિદ્યાર્થી ગમે તેટલો વ્યસ્ત કેમ ન હોય, થોડો સમય ધ્યાન-પ્રાણાયામ અને યોગ જરૂર કરવું જોઈએ.
X
Concentration only on the current of the mind

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી