જીવન-પથ / સમર્પણ થકી ઈશ્વરીય કાયદાનો લાભ લો

By dedication, you benefit from divine law

Divyabhaskar.com

Sep 11, 2019, 07:14 AM IST

કોઇ પણ શાસનની તાકાત તેના કાયદા અને તેનો અમલ કરવામાં રહેલી સમજણ છે. આજકાલ દેશમાં નવા નવા કાયદા આવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશનને લગતા નવા કાયદાને લીધે લોકોમાં ખળભળાટ મચી ગયો છે. આ બાબત વિશે ટીકા ટિપ્પણી કરવાનું મારું ક્ષેત્ર નથી પણ આ અંગે જરૂર વિચાર કરવો જોઇએ. કાયદાનું પાલન કરવામાં અને તેનો ભંગ કરવામાં માણસની પ્રકૃતિ કામ કરે છે. તમે કાયદા બદલી શકો છો પણ કાયદા સાથે વેર વાળી નથી શકતા. જ્યારે આપણે કોઇ કાયદો તોડીએ છીએ તો એ કાયદા સાથે વેર વાળ્યું જ કહેવાય. જે દેશમાં, સમાજમાં આપણે રહીએ છીએ એમાં તો કાયદાનું પાલન કરવું જ પડશે.

જો કોઇને પણ કાયદાથી તકલીફ હોય અને તમે કશું ન કરી શકો તેમ હો તો નકામું તમારું મગજ અને શક્તિ વેડફશો નહીં. કાયદાને બે ભાગમાં વહેંચીને જુઓ- એક નીચેવાળાનો ભાગ અને બીજો ઉપરવાળાનો ભાગ. એવું બને કે કાયદાના નીચલા ભાગવાળાનું ખાસ કંઇ ગજું કે દખલગીરી ન હોય તો ઉપરવાળાના કાયદા પર ભરોસો રાખવો. તમને જે દંડ કે ઇનામ મળે છે, જે પીડા કે રાજીપો મળે છે તે ઉપરવાળાના કાયદાનો ભાગ છે ‌એવું માની લેવું.

ઉપરવાળાના કાયદાનો જેટલો લાભ લઇ શકો તેટલો લઇ લો. તેની રીત છે સમર્પણ, સદ્ભાવ, આચરણ અને ચરિત્ર. આ બધાને બચાવો. કાયદા પ્રત્યે સમર્પણ હોવું જોઈએ. જે નિર્ધારિત કરાયું છે, તેના વિશે વધારે વિચાર કરવાનો નથી, પરંતુ તેને સ્વીકારીને તેના પ્રત્યે સમર્પણ ભાવ દાખવવાનો છે. સદ્ભાવ જાળવી રાખવો પડે અને આ બધું આપણઆ આચરણમાં આવવું જોઈએ. ચરિત્ર હંમેશાં શુદ્ધ રહેવું જોઈએ. ઉપરવાળા એટલે કે પરમ શક્તિના કાયદાનું પાલન કરો. પછી નીચેવાળાના કાયદા આપોઆપ હિતકારી બની જશે.

X
By dedication, you benefit from divine law
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી