જીવન-પથ / આ એકાદશીથી તમારી અંદરની જાગૃતિ લાવો

Bring awareness to yourself from this Ekadashi

Divyabhaskar.com

Nov 08, 2019, 07:14 AM IST

ગત દિવસોમાં દિવાળી ઉત્સવે તમામને સક્રિય રાખ્યા. બજારોમાં ભીડ ઉમટી, લક્ષ્મીને પૂજવામાં આવ્યાં અને હવે દેવ પ્રબોધની એકાદશીનો દિવસ આવી ગયો. હિન્દુ સંસ્કૃતિ મુજબ આજે પરમાત્મા જાગે છે. તો ચાલો આપણે પણ જાગી જઇએ. આપણે એક એવી ઊંઘમાં હોઇએ છીએ, જે જાગતા પણ ઊંઘ જેવી છે. ગત દિવસોમાં ધન મામલે આટલી બધી દોડ થઇ તો શું ગરીબી મટી ગઇ? આજે દેવ પ્રબોધની એકાદશીએ પોતાની અંદર જાગૃતિ લાવો કે આપણે સમજીએ કે ગરીબીનું એક રુપ કામચોરી પણ છે. મનુષ્ય કેટલા કારણોથી ગરીબ છે? કાં તો તે યોગ્ય નથી અથવા તેને યોગ્ય અવસર મળ્યો હોય.

કેટલાક લોકો દુર્ભાગ્યના કારણે તો કેટલાક અભાવ અને જરૂરિયાતનું અંતર નહીં સમજવાને લીધે ગરીબ છે. કેટલાકના જીવનમાં જરૂરિયાતની અપેક્ષિત માગ વધુ છે, તેથી ગરીબ છે. આ બધાની ઉપર એ ગરીબ પણ છે જે કામચોર છે. દેશમાં કામચોરોની ફોજ છે. સરકારોએ સુવિધાઓ તો એવી-એવી આપી દીધી છે કે લોકોની જરૂરિયાત પુરી થઇ હોય કે ન થઇ હોય, તેઓ કામચોર જરૂર થઇ ગયા છે.

કૃષિ વિજ્ઞાની પ્રયોગ કરે છે કે પાક ઝડપથી થાય, કિટાણુનાશક રાખવો હોય તો ધ્વનિ વિકિરણ (રેડિએશ સાઉન્ડ)નો ઉપયોગ કરાય છે. કામચોરી દૂર કરવા માટે આપણે એવી ટેક્નિક અપનાવવી જોઇએ કે જ્યારે કોઇ કામચોર જીવનમાં આવે તો તેને પરિશ્રમીન પ્રેરણા, કાંઇક મેળવવાની લાલચ અને તેના મનુષ્ય હોવા અંગે જાગૃતિનું રેડિએશન તેમાં જરૂર કરો. નહીતર દેશને જે-જે વાતો નુકસાન પહોંચાડનારી છે, તેમાંથી એર કામચોરી હશે...

X
Bring awareness to yourself from this Ekadashi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી