જીવન-પથ / ઈશ્વર સમક્ષ જેવા છો તેવા જ રહો

Be like God

Divyabhaskar.com

Feb 14, 2020, 07:26 AM IST
ભારતના પરિવારોનું મનોવિજ્ઞાન છે કે, જો છોકરીવાળાના ઘરે છોકરાવાળા સંબંધ લઈને આવ્યા હોય તો જેટલું સારું દેખાય તેટલું દેખાડવાનો પ્રયાસ છોકરીવાળા કરતા હોય છે. થોડા સમય માટે તો સમગ્ર પરિવારમાં એક પ્રકારની બેચેની જોવા મળતી હોય છે. જો છોકરીવાળા એવું માનતા હોય કે છોકરાવાળાને આ સંબંધ ગમી જાય તેમ છે તો તેમના પર વધુ એક પ્રકારનું દબાણ બની જતું હોય છે. બે પરિવાર જ્યારે સંબંધ બનાવવા નીકળે છે ત્યારે સૌથી પહેલા તો એક-બીજાની ચકાસણી કરે છે. ચકાસણીની આ પ્રક્રિયામાં જાસુસી પણ થાય છે. ત્યાર પછી બીજા તબક્કામાં આગળ વધીને એક-બીજા સાથે મુલાકાત કરવામાં આવે છે. અને ત્યાર બાદ ત્રીજા તબક્કામાં સંબંધનો અહેસાસ કરવામાં આવે છે, ત્યારે જઈને હા કે ના પડાય છે. આ એક સંપૂર્ણ મનોવિજ્ઞાન છે, જે આપણા પરિવારોમાં જોવા મળે છે. આવો તેને થોડો આધ્યાત્મ સાથે જોડીને જોઈએ.
જો તમે પરમપિતા પરમેશ્વરને ઘરે લાવવા માગો છો, જીવનમાં ઉતારવા માગો છો તો એ જ મનોવિજ્ઞાન કામ કરશે જે છોકરીવાળાના ઘરમાં કામ કરે છે. એટલે કે, સર્વશ્રેષ્ઠ પ્રસ્તુતિ. બહારના લોકો જ્યારે આપણા ઘરે આવે છે તો આપણે ઘર ભરી દઈએ છીએ, જાત-જાતની વસ્તુઓથી તેને સજાવીએ છીએ, પરંતુ ઉપરવાળો જ્યારે ઘરે આવે છે ત્યારે આપણે ઘર ખાલી કરવું પડશે. કેમ કે, ખાલી કરશું તો જ તેને સ્થાન આપી શકીશું. પરિવારમાં સંબંધો સારામાં સારું દેખાડ્યા પછી સંબંધો બંધાતા હોય છે, પરંતુ ઈશ્વર સાથેનો સંબંધ ત્યારે નક્કી થાય છે જ્યારે આપણે જેવા છીએ તેવા જ તેની સામે પ્રસ્તુત થઈએ છીએ.
X
Be like God

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી