જીવન-પથ / ધીરજ અને ઉત્સાહ હંમેશા જાળવી રાખો

Always have patience and enthusiasm

પંડિત વિજયશંકર મહેતા

Jan 10, 2020, 07:23 AM IST
જીવનમાં એક વાત યાદ રાખો કે તમને જેવો ગુસ્સો આવશે, તમે દિશાહીન થઈ જશો. સામાન્ય રીતે મનોવૈજ્ઞાનિકો કહે છે કે, ગુસ્સામાં મનુષ્ય અડધો ગાંડો થઈ જાય છે અને ગાંડો તેને જ કહેવાય છે જેને કોઈ દિશા ન દેખાતી હોય. ગુસ્સામાં ધીમે-ધીમે સદગુણ સમાપ્ત થવા લાગે છે. આપણી ઈચ્છા પુરી ન થાય ત્યારે ગુસ્સો આવે છે. ગુસ્સો કરનારો દરેક વ્યક્તિ પોતાના દુર્ગુણની તરફેણમાં દલીલ આપે છે કે, આમ તો મને ગુસ્સો આવતો નથી, પરંતુ સામેની વ્યક્તિએ કંઈક એવું કર્યું કે આવી ગયો...!
શાસ્ત્રોમાં એક શબ્દ આવ્યો છે, 'ક્રોધાગ્નિ', એટલે કે, ગુસ્સાને આગ કહેવાયો છે. આવી આગમાં ગુસ્સો કરનારો પોતે પણ દાઝે છે અને બીજાને પણ દઝાડે છે. ગુસ્સાની આગ સળગે છે તો ધૂમાડો પેદા થશે, જેનું નામ બેચેની છે. નિરાશા, તિરસ્કાર, પ્રશ્ચાતાપ એ બધા જ ધૂમાડાના સ્વરૂપ છે. એક વાત ધ્યાનમાં રાખો કે ફાયર એલાર્મ આગના કારણે વાગતું નથી, ધૂમાડાના કારણે તેમાં અવાજ થાય છે. જો માત્ર આગ સળગ્યા કરે અને ધૂમાડો ન થાય તો આ સિસ્ટમ કામ નહીં કરે. આવી જ રીતે આપણાં શરીરમાં પણ વિવેક સ્વરૂપી એલાર્મ લગાવી લેવું જોઈએ. ગુસ્સાની આગ ક્યારે-ક્યારેક સૌના અંદર સળગી જાય છે, પરંતુ તેના કારણે પેદા થનારી બેચેની, નિરાશા અને પ્રશ્ચાતાપના ધૂમાડાથી અંદરનો ફાયર એલાર્મ વાગવો જોઈએ. મનવીય સ્વભાવમાં ક્યારેક ગુસ્સો આવી જાય છે, પરંતુ ત્યાર પછીના સંતાપને દૂર કરવા ધીરજ અને વિવેક જ કામ લાગશે.
X
Always have patience and enthusiasm

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી