જીવન-પથ / ધીરજ અને ઉત્સાહ હંમેશા જાળવી રાખો

Always have patience and enthusiasm

Divyabhaskar.com

Jan 03, 2020, 07:41 AM IST
તમે મેડલથી નહીં, વ્યવહારથી ઓળખાશો. અગાઉના સમયમાં કોઈ વ્યક્તિને ઓળખવો હોય તો કેટલિક ખાસ વાતો તેના દરજ્જાને દર્શાવતી હતી. જેમકે, તે કારમાં બેઠો હોયો, ઘોડા પર સવાર હોય, તેના માથા પરની પાઘડી, આગળ-પાછળનો કાફલો વગેરે. ધીમે-ધીમે નવી ટેક્નોલોજી આવી તો વ્યક્તિની ઓળખ એક નાનકડા કાર્ડમાં સમાઈ ગઈ.
ધીમે-ધીમે કાર્ડ પણ નાનું-મોટું થવા લાગ્યું અને પ્રાયોરિટી કાર્ડ અતિમહત્વપૂર્ણ થઈ ગયા. જો તમારી પાસે આ હોય તો તમે કોઈ પણ લાઈનમાં આગળ રહી શકો છો, પાર્કિંગમાં પણ ખાસ સુવિધા મળી જશે. એરપોર્ટ હોય, રેલવે સ્ટેશન, હોસ્પિટલ દરેક સ્થળે તમને પ્રાથમિક્તા આપવામાં આ‌વશે.
જોકે, ધ્યાન રાખો, તમે સમાજમાં સારા વ્યવહાર માટે જ ઓળખાશો, આ મેડલથી નહીં. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું અષ્ટાવક્ર. તેમનું શરીર 8 જ સ્થાને વાંકું હતું અને એ જ જનતા વચ્ચે તેમની ઓળખ બની ગયું હતું. જોકે, તેમની વિદ્વત્તા સામે આવી તો લોકોએ તેમની સામે ઝુકવું પડ્યું. કુલ મળીને તમારી લાયકાત, તમારો વ્યવહાર જ સૌથી મોટું કાર્ડ છે.
આ નવા વર્ષમાં ખિસ્સામાં, ગળામાં જેટલા પણ કાર્ડ રાખ્યા હોય કે લટકેલા હોય, બે વધારાના કાર્ડ જરૂર રાખજો. એક ધીરજનું અને બીજું ઉત્સાહનું. સારું-ખારબ જેવું પણ પસાર થઈ રહ્યું હોય, જે વીતિ ગયું છે તેના પ્રત્યે ધીરજ રાખશો અ્ને નવા માટે ઉત્સાર જાળવી રાખજો. આ બંને વસ્તુ વગર બાકીના કાર્ડ તમને અહંકારી બનાવી દેશે.
X
Always have patience and enthusiasm
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી