તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્મિતથી થાય શાંતિની શરૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદેશોમાં એક કહેવત છે કે જ્યારે તમે सસ્માઇલ કરો છો તો તમારી અડધી સ્માઇલ બીજી વ્યક્તિના ચહેરા પર હોય છે, પણ એવું લાગે છે કે આ કહેવત સાથી નથી.તમે અનુભવ કર્યો હશે કે જ્યારે જ્યારે આપણે સ્માઇલ કરીએ છીએ, જરૂરી નથી કે સામેની વ્યક્તિ સ્માઇલ સાથે ઉત્તર આપે.તેના ચહેરા પર કોઇ બીજા ભાવ પણ આવી શકે છે. પછી આ કેવી રીતે સંભવ બને કે જ્યારે આપણે સ્માઇલ કરીએ  તો અડધી સ્માઇલ સામેની વ્યક્તિના ચહેરા પર ગઇ.મનોવિજ્ઞાનિકોનું માનવું છે કે  જ્યારે તમે સ્માઇલ કરો છે , તેના 50 ટકા તમારા,પણ બીજા પ0 ટકા પ્રકૃતિમાં ભળીને સામેની વ્યક્તિ સુધી પહોંચે છે.જો તેણે સ્વીકાર ન કર્યો હોય તો પણ તે સ્મિત તમે તેને આપી ચુક્યા છો. તેણે સ્વીકાર  ન કર્યો તો પ્રકૃતિ તેને લઇને અન્યોમાં  વહેંચી દેતી હોય છે.

માટે જ્યારે તમે સ્માઇલ કરો છો તો એ માનીને ચાલો કે તમે સમગ્ર સંસારું ભલું કરી રહ્યા છો.કોઇ એકાદ વ્યક્તિને જોઇને , તેમની પ્રતિક્રિયા ન મળવા પર નિરાશ થવાની જરૂર નથી. તમે તમારું સ્મિત જારી રાખો. મનુષ્ય માટે તો કહેવાયું છે કે તેના મનને સ્મિતથી ડર લાગે છે કેમ કે તેને ખોટા કામ પસંદ હોય છે. પણ બીજાના મનને તમારું સ્મિત ચોક્કસ સારું લાગશે. કારણ કે મનનો સ્વભાવ છે કે તેનો માલિક સ્માઇલ કરે તો તેને એવું લાગે છે કે હવે હું કાબુમાં આવી ગયો, પણ બીજાને સ્માઇલ કરતાં જોઇને તેને લાગે છે કે મને કોઇ ફેર પડતો નથી. મન નિષ્ક્રિય થતાં તમે શાંત થઇ જશો.માટે શાંતિની શરૂઆત સ્મિતથી જ થતી હોય છે. સ્મિત આપીને પોતાના ચહેરાને હેપ્પી ફેસ ઇફેક્ટ માં લઇને આવો.સ્મિત  શબ્દ ભલે લાગે નાનો પણ તેનું મૂલ્ય અનમોલ છે.
Feedback: humarehanuman@gmail.com

અન્ય સમાચારો પણ છે...