તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુશ રહેવું હોય તો સ્વયં પોતાના દર્શક બનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આપણે આપણી દુનિયા વસાવી, મહેનત કરીને પૈસા કમાયા. બાળકોને એટલા માટે ભણાવી રહ્યા છીએ કેમ કે તેમની પાસે પણ એ બધુ હોય જે આપણી પાસે હોવા ઉપરાંત જે અમે મેળવી ન શક્યા, તે તેમને જરૂર મળે. આ પરિશ્રમનો અર્થ છે ભૌતિક જીવનમાં અનોવાંછિતની પ્રાપ્તિ થાય. આપણે મનુષ્ય છીએ અને મનુષ્ય જ પોતાનો સંસાર વસાવી શકે છે, પશુઓને તો આ સ્વતંત્રતા નથી.મનુષ્યના જીવન અને જંગલરાજમાં આજ તો તફાવત છે. મનુષ્ય વ્યવસ્થિત થઇને તેની ઇચ્છા મુજબ કરી શકે છે અને પ્રાપ્ત કરી શકે છે.

પણ થાય છે એવું કે બવે માનવી ભૌતિક સંસાધનોમાં ખોવાઇ ગયો હોવાથી સીમા નક્કી નથી કરી શકતો.તે વધુને વધુ પ્રાપ્ત કરવાની સ્પર્ધામાં લાગેલો છે. પરિણામે એને જે મળે છે તેનો તે હિસાબ રાખે છે પણ શું થઇ રહ્યું છે તેનો હિસાબ નથી રાખતો. જો તમારી સાથે પણ એવું થઇ રહ્યું હોય ચો એક વાત પોતાને ખાસ સમજાવવાની જરૂર છે કે મનુષ્યની મૂળ ચેતના આધ્યાત્મિક છે  અને આ જ ચેતના તેને ભૌતિક જગતના સ્ટ્રેસમાંથી બહાર કાઢી શકે છે. જેવા તમે પોતાની આધ્યાત્મિક ચેતના પર સ્થિર થશો, તે સૌ પ્રથમ તેમને ભાન કરાવે છે.ભાનનો અર્થ એ  છે કે તમે જે કામ કરી રહ્યા હશો , તમે  પોતે દુર રહીને પણ તેને જોઇ શકશો. તમે ઊંડે તો ઊતરી જ ગયા છો,પણ આની સાથે -સાથે દર્શક પણ છે. આ જે અંતર છે તેમાં જ તમારી ખુશી સમાયેલી છે. જેટલા નજીક જશો, એટલા વધુ ઉલઝશો. અને આનું નામ જ દુ:ખ છે. જીવનમાં ખુશ રહેવું હોય તો પોતાના દર્શક ખુદ બનો.

અન્ય સમાચારો પણ છે...