જીવન-પથ / અવિચારી કામ ક્યારેક લાભકારક

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 09:29 AM
article by vijayashanakr mehta
એવું કહેવાય છે કે કોઇ પણ કાર્ય શરૂ કરો તો સમજી વિચારીને કરો.વિચાર્યા વગર ઉઠાવેલ પગલું ક્યારેક ડગી પણ શકે છે. આવું થવું પણ જોઇએ ,આ બુધ્ધિચાતુર્યનું લક્ષણ છે, પણ આ દુનિયામાં એવા ઘણાં લોકો એવા છે જે સમજ્યા વિચાર્યા વગર કામ કરી બેસે છે. આ વાતને જો ઉપરછલ્લી રીતે જોઇએ તો લાગેશે કે આ મુર્ખતા, નાસમજ છે પણ તેનો આધ્યાત્મિક અર્થ બીજો જ છે.ધાર્મિક વ્યક્તિ ખૂબ સમજી વિચારીને પગલું ભરે છે કારણ કે તેના ધાર્મિક થવાની સાથે ઘણા સમીકરણો જોડાયેલા હોય છે.
જો કે આધ્યાત્મિક વ્યક્તિનો આધાર હોય છે તારા ભરોસે જીવન. એનો અર્થ એ થયો કે પરમશક્તિ પર અતિ ભરોસો. આ પ્રકારના ભરોસાવાળી વ્યક્તિ ક્યારેક ક્યારેક સમજ્યા -વિચાર્યા વગર કામ કરી બેસે છે. તે એવું વિચારીને કરે છે કે આપણે તો માત્ર કામ કરી રહ્યા છીએ કરાવનાર તો કોઇ બીજુ છે. આવા લોકો પરિણામની પરવાહ નથી કરતા. જીવનમાં ક્યારેક તમે પણ વગર સમજે વિચારે કામ કરજો પણ ધ્યાન રાખજો આ ત્રણ વાત. આ ત્રણ બાબતો હોય તો જ એવું કરજો. નિયત સાફ હોવી, અંદર સાહસ રહે અને તીસરી વાત એક કામમાં તમારો સહયોગ કોણ છે અને તેની ખરી સમજ હોવી જરૂરી છે. જો આ ત્રણ વાતોનો તાલમેલ સરખી રીતે બેસી જાય તો ક્યારેક ક્યારેક વગર વિચારે સમજે કરેલ કાર્ય પણ નુકસાન પહોંચાડતું નથી. જ્યારે તેનું પરિણામ આવશે તો તે સો ટકા તમારા હિતમાં હશે.આવું કાયમ કરવું જરૂરી નથી પણ ક્યારેક પ્રયાસ કરતા રહેવું જોઇએ જેથી તમારુ આધ્યાત્મિક ચારિત્ર્ય મજબૂત બનશે.
Feedback: humarehanuman@gmail.com

X
article by vijayashanakr mehta
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App