તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમયને પારખવો એ પણ કળા છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાવાઝોડામાં કોઈ ખખડધજ વૃક્ષ ધરાશાયી થઈ જાય તો એક સવાલ થાય કે મુદ્દો આંધીની તાકાતનો છે કે વૃદ્ધત્વની મજબૂરીનો? સમય માનવીને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. સમય માનવીને ઉપર પણ ચડાવે છે અને ક્ષણોમાં નીચે પણ પાડી શકે છે. સમયને યોગ્ય રીતે પારખી લેવો એ પણ કળા છે. માનવીનો સમય ખરાબ આવે તો માત્ર નસીબને દોષ દઈને કામ નહીં ચાલે. એ ખરું કે ખરાબ સમયગાળામાં હાથી પર બેઠેલી વ્યક્તિને પણ કૂતરું કરડી શકે છે. એટલે જ્યારે પણ પ્રતિકૂળ સમય આવે ત્યારે નસીબના આધારે બેસી રહેવાને બદલે વધારે કામ કરવું જોઈએ. ખરાબ સમય આવે ત્યારે વધારે સાવધાન રહેવાની સાથે સાથે વધારે સક્રિય પણ રહેવું પડે. પરિણામ ધાર્યું ન મળતું હોય તોપણ પ્રયત્નો છોડવા જોઈએ નહીં. 
સમયની બાબતે એક વસ્તુ નિશ્ચિત છે કે સમયથી પહેલાં કે મોડું કશું થતું નથી. દરેકનો પોતાનો સમય હોય છે, પરંતુ લોકો કાં તો સમયને વેડફી નાખે છે કાં તો સમય યોગ્ય રીતે પસાર કરી શકતા નથી. 
આપણા ભારતે કાળ સંદર્ભે બહુ સારું કામ કરેલું છે. આપણે ત્યાં કહેવાયું છે કે સમય સમય બલવાન હૈ, નહિ મનુષ્ય બલવાન. તમે જો તમારા કાળને સમજી લો તો ક્યારેય ખરાબ સમયમાં તૂટશો નહીં અને સારા સમયમાં ક્યારેય છકી જશો નહીં. ભારતમાં તો વીતેલી કે આવનાર, બન્નેને કાલ જ કહે છે. દિવસ વીતી ગયો તે પણ કાલ અને આવનાર છે, તે પણ કાલ. આ એક શબ્દમાં બે સ્થિતિ રહેલી છે. ઊંડાણપૂર્વક સમજીએ તો સમજાશે કે ‘આ દિવસ પણ વીતી જશે.’ માટે અહંકાર ન કરવો, આ દિવસ ચાલ્યો જશે, એમ સમજવું ને નિરાશ પણ ન થવું. જે સમય પારખી લે છે, તે સમયને પોતાની પકડમાં લઈ શકે છે. અલબત્ત, સમયને પકડી ન શકાય, પરંતુ સમયની સમજ જ સમય પરનું નિયંત્રણ છે.
Feedback: humarehanuman@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો