જીવન-પથ / તમે ખુદના જ દુશ્મન ના બનો

DivyaBhaskar | Updated - Mar 14, 2019, 10:47 AM
pt vijayshankar mehta column jivan path
તમારો શત્રુ તમને ચોક્કસ નુકસાન પહોંચાડશે. શત્રુનું કામ જ એ છે કે જ્યારે તેને તક મળશે તે કોઇ પણ પ્રકારે સામેની વ્યક્તિ પર વિજય મેળવી લે. જીવનમાં થોડા શત્રુ તો બધાના હોય છે ,માટે એવું શીખવાડમાં આવતું હોય છે કે તમારો શત્રુ કોણ છે અને લઇને સાવધ રહેવું અને આપણે એવું કરીએ પણ છીએ. હમણાં વિચાર આવ્યો કે તમે સ્વંય પોતાના શત્રુ હોઇ શકો છો. અને જ્યારે વ્યક્તિ પોતાનો શત્રુ બને છે તે વાતની તેને ખબર પણ નથી હોતી અને નુકસાન થઇ જાય છે.
બે માર્ગ પર ચાલીને મનુષ્ય પોતાની સાથે દુશ્મની કરે છે- પ્રથમ હોય છે ભોગ વિલાસ. તમે ખુદને ભોગ-વિલાસમાં ધકેલીને શરીરને નુકસાન પહોંચાડો છે, ચરિત્રનું પતન થાય છે , અશાંતિને આમંત્રણ આપી બેસો છો અને પછી પરેશાન થાવ છો.હવે આ બધાથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય?
મનુષ્ય ભોગ વિલાસના માર્ગ પર ગયો તો તેનો અર્થ એ થયો કે તેણે પોતાની સાથે જ દુશ્મની કેળવી લીધી છે. પોતાની સાથે દુશ્મનીનો બીજો માર્ગ છે સંયમનો. જીવનમાં જ્યારે તમે અતિ સંયમ કરો છો તો પણ તકલીફ ઉભી થાય છે. કેટલાક લોકો ભક્તિની બાબતમાં અતિ કરીને એટલા ઉપવાસ કરી બેસે છે કે તેની ભારે કિંમત ચુકવવી પડતી હોય છે.
કોઇ સત્ય બોલવાની અતિ કરે છે તો કોઇ અતિ પરિશ્રમ કરે છે.એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઇ પણ વાતની અતિ ખરાબ હોય છે. જીવન જે સંતુલનનું નામ છે તેને જો તમે સાધી લીધુ તો તમે પોતાના દુશ્મન નહીં બનો.
સાવધન રહેજો...બાહ્ય શત્રુને તો તમે ઓળખી લેશો પણ જ્યારે તમે પોતાના જ શત્રુ બની જશો તો ઓળખવું મુશ્કેલ બની જશે અને ત્યારે તમે ખુદને મોટું નુકસાન પહોંચાડશો.
Feedback: humarehanuman@gmail.com

X
pt vijayshankar mehta column jivan path
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App