જીવન-પથ / લોકોના અપ્રિય શબ્દોનો અસ્વીકાર

DivyaBhaskar.com | Updated - Mar 12, 2019, 08:00 AM
Article by vijayShankar mehta
પોતાના વિચારો અને બીજાના શબ્દો સાંભળવાનો ભાર માણસ જીવનભર ઉપાડે છે. તમે કોઈનીય જીભ પકડી શકતા નથી. અન્ય કોઈ વ્યક્તિ તમારી પ્રશંસા કરી રહ્યું હોય કે વખોડી રહ્યું હોય તેની પર તમારો કોઈ જ કાબૂ નથી. જો તમારી ટીકા થઈ રહી હોય, સામેની વ્યક્તિ તમને કટુવચન સંભળાવી રહી હોય તો આવી પરિસ્થિતિમાં સાવધ રહેવાની જરુર છે. જો આવું નહીં કરો તો જીવનનું સંતુલન ગુમાવી બેસશો. લંકા કાંડ દરમિયાન રાવણપુત્ર મેઘનાદ લડતાં-લડતાં શ્રીરામ પાસે પહોંચી ગયો. તેમને જોઈને કટુવચન કહેવા લાગ્યો.
આ દૃશ્ય વિશે તુલસીદાસજીએ લખ્યું- ‘रघुपति निकट गयउ घननादा। नाना भांति करेसि दुर्बादा।’ કટુવચન, અપશબ્દો, અપ્રિય વાણી એ પણ શસ્ત્રો જ છે. ઘણા લોકો આ શસ્ત્રો વડે જ પ્રહાર કરે છે, પરંતુ ભગવાન રામ ઘણા ધૈર્યવાન હતા. મેઘનાદે જે-જે કહ્યું, તે ધીરજથી સાંભળીને સ્મિત આપ્યું. તેમણે સ્મિત કરતાં કહ્યું કે, તું અપશબ્દો કહે એ તારો અધિકાર છે, પરંતુ હું એ લઉં ન લઉં, એ મારો અધિકાર છે. જો આપણે કોઈના અપશબ્દોનો સ્વીકાર ન કરીએ તો તે બોલનાર પાસે જ પાછા જાય છે. પરિણામ એ હશે કે ‘देखि प्रताप मूढ खिसिआना। करै लाग माया बिधि नाना।’ ‌શ્રીરામનો પ્રતાપ જોઈ મૂર્ખ મેઘનાદ લજ્જિત થઈ અલગ-અલગ પ્રકારની યુક્તિ કરવા લાગ્યો. આ ઘટના વડે ભગવાન રામ શીખવાડી ગયા કે જો કોઈ તમને અપશબ્દો બોલી રહ્યું હોય તો તેનો સ્વીકાર કરશો નહીં. વ્યથિત ન થઈ જશો, તેનો ભાર ન ઉપાડશો, માત્ર પ્રેમથી અસ્વીકૃત બનાવી દેજો. બસ, સામેની વ્યક્તિ મેઘનાદની જેમ શર્મ અનુભવશે.
Feedback: humarehanuman@gmail.com

X
Article by vijayShankar mehta
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App