જીવન-પથ / જીવનને બનાવે છે મન

DivyaBhaskar.com

Mar 13, 2019, 08:26 AM IST
article by vijayshanakar mehta

ખીચડી અઘકચરી હોય તો રસોઇયાની કીંમત વધી જાય છે. સમજુ લોકો અડઘા ભોજનમાં રસોઇયાની સાથે ક્યારેય ઝગડો નહીં કરે કારણ કે તેમને ખબર હોય છે કે તેજ તેને બનાવી શકે છે.આપણા દેશમાં અનેક વાર આવી સ્થિતિ સર્જાતી હોય છે. બની શકે છે કે આ વાક્યને લોકો રાજનીતિક દ્રષ્ટિએ જુએ કે દેશ આ સમય અધકચરી ખીચડીની માફક છે. તો શું રસોઇયો બદલવાથી જોખમ થઇ શકે છે? જુના જમાનાના સંત મહાત્મા કહેતા હતા કે અધકચરી ખીચડી અને રસોઇયાનો મતલબ એવો થાય છે કે આપણા જીવનમાં આપણું મન. મન એક એવા રસોઇયાની માફક છે જે જાણે છે કે ભોજનને એ સ્થિતિમાં લઇ આવો કે ફરી કોઇ રસોઇયાને બદલી ન શકે.

માટે તે પોતાની અંદર નવા નવા પકવાન બનાવે છે અને તેને એટલી હદ સુધી ઉલઝાવી દે છે કે તમે તેને છોડી પણ ન શકો. મનને આવા પ્રકારના નિર્ણયો લેવાની ટેવ છે. પણ પછી તે તમારી શક્તિ પણ બને છે અને નબળાઇ પણ.માટે મન પ્રત્યે સાવધ રહો. તે જે નિર્ણય લે છે તેને બુધ્ધિથી જુઓ કેમ કે મન જાણે છે કે મારી સાથે જોડાયેલા લોકોને નબળા કેવી રીતે પાડવા. તમારી નબળાઇ તેની શક્તિ બની જાય છે. આમ મન એ રસોઇયાની માફક છે જે તમારુ ભોજન અને તેનો સ્વાદ બગાડી પણ શકે છે અને બનાવી પણ શકે છે. મન તો ચંચળ છે તેનું કામ જ વિચાર કરવાનું છે પણ લગામ તેના પર તમારે જ મુકવાની છે. જે પણ દ્રષ્ટિએ જુઓ ભોજન તો અધકચરૂ છે પણ રસોઇયાથી તમે કેવા પ્રકારે હેંડલ કરો છો , તેનો સ્વાદ અને રસ તેના પર જ નિર્ભર છે. આ વાતને તમારા સમગ્ર જીવન સાથે જોડીને જુઓ અને મનની બાબત પણ સાવધાન રહો.
Feedback: humarehanuman@gmail.com

X
article by vijayshanakar mehta
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી