તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેતા સંસ્કારી હોવો જોઈએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શું નેતા માત્ર શિક્ષિત હોય એટલું પૂરતું છે? શું ભણેલો-ગણેલો માણસ જે કંઈ નિર્ણય કરશે તે યોગ્ય જ હશે? ચૂંટણીના માહોલમાં ચાર વ્યક્તિ એકઠી થાય એટલે રાજકારણ, દેશના ભવિષ્ય અને રાજનેતાઓના આચરણની ચર્ચા શરૂ થઈ જતી હોય છે. તમે માત્ર શ્રોતા બની જાવ તોપણ તમને ઘણું ‘જ્ઞાન’ પ્રાપ્ત થઈ જાય. એરપોર્ટ પર અમુક લોકો ચર્ચા કરી રહ્યા હતા. જેમાં નેતા માત્ર શિક્ષિત હોવો જોઈએ, એ મુદ્દો ચર્ચાયો. મોટા ભાગના માનતા હતા કે નેતા શિક્ષિત હોવો જોઈએ. આપણા શાસ્ત્રોમાં શિક્ષણ અને શિક્ષિત વ્યક્તિ માટે કહેવામાં આવ્યું છે, ‘નાસ્તિ વિદ્યા સમં ચક્ષુ:’ એટલે કે વિદ્યા સમાન બીજું કોઈ નેત્ર નથી. વાસ્તવમાં ભણેલા વ્યક્તિનો અર્થ એ છે કે તેની પાસે એવી દૃષ્ટિ હશે, જે નિરક્ષર લોકો પાસે ન હોય. આ દૃષ્ટિને વિઝન પણ કહી શકાય. આ દૃષ્ટિને ચરિત્ર પણ કહી શકાય અને આ દૃષ્ટિ આગળ વધીને સંસ્કાર બની જાય છે. તો વાત એ છે કે માત્ર શિક્ષિત હોવું પૂરતું નથી, નેતા સંસ્કારી પણ હોવો જોઈએ. નેતા પાસે દૃષ્ટિ હોવી જોઈએ. બે ટંકનું ભોજન તો અભણ મજૂર પણ કમાઈ લે છે. ટૂંકમાં શિક્ષણ પાછળ સમજનું ઘણું મહત્ત્વ છે. એટલે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણા નેતાઓ ભણેલા-ગણેલા તો હોય, સમજદાર અને સંસ્કારી પણ હોય.
અન્ય સમાચારો પણ છે...