તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપણા હાથ ભગવાનની દેણ છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભગવાન છે કે નહીં અને જો હોય તો એ ક્યાં છે એ સવાલ બધાના મનમાં ઊભો થતો હોય છે અને વારંવાર પુછાતો રહે છે. અમુક લોકો આ ચક્કરમાં ભગવાનને શોધવા માટે નીકળી પડતા હોય છે. મોટા ભાગના ભક્તો ભગવાનની શોધયાત્રાએ નીકળેલા જોવા મળે છે. કેટલાક લોકોને કદાચ ભગવાનનો ભેટો થઇ ગયો હશે, તો કેટલાક લોકો પોતાને ભગવાન મળ્યાનો ઢોંગ પણ રચતા હોય છે. જોકે, ભગવાનની ભાળ મેળવવી હોય તો તીર્થસ્થાનોએ જવાની કોઈ જરૂર નથી. સત્સંગમાં જવાની કે તપ માટે જંગલમાં જવાની પણ જરૂર નથી.

હા આ બધી બાબતો મદદરૂપ નીવડી શકે પણ તેનાથી ભગવાન મળશે જ તેની કોઇ ગેરેન્ટી નથી મળી જતી. એટલા માટે શાસ્ત્રોમાં કહેવાયું છે, ‘અયં મે હસ્તો ભગવાન્’. આનો અર્થ એવો થાય છે કે આપણા હાથ ભગવાનની બહુ મોટી દેણ છે આપણા માટે. પરિશ્રમ, દાન, સેવા, પ્રણામ, નીચે પડી ગયેલાને ઉઠાવવા, ડૂબતા માણસને બચાવી લેવો..., આવાં કેટલાંય કામ આ હાથ કરી શકે છે અને કરી રહ્યા છે તથા આ જ હાથેથી બીજાને નુકસાન પણ પહોંચાડી શકાય છે. બસ,અહીંથી મનુષ્ય અને પશુઓ વચ્ચેનો તફાવત જોવા મળે છે.

જે લોકો આ હાથથી સમાજને, દેશને સતત કંઇક સારું આપી રહ્યા છે, તેમના માટે આ જ હાથ ભગવાન છે. જો સંસ્કૃતની દૃષ્ટિએ આને મૂલવીએ તો હાથને સંસ્કૃતમાં હસ્ત કહેવાય છે. હસ્ ત. એટલે કે એવો અવયવ કે જેના વડે એવી કૃતિ બને કે જેનાથી સમગ્ર દુનિયામાં હાસ્ય ફેલાય. સૃષ્ટિનું પૂરેપૂરું હાસ્ય આ હસ્તમાં સમાયેલું છે. તો જે દિવસે તમે તમારી આસપાસ હસતી દુનિયા તમારા હાથથી બનાવો એ દિવસે કદાચ તમને ભગવાન દેખાવા લાગશે.
Feedback: humarehanuman@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો