તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરશો તો ભીતર ખુશીના ઝરણાં ફૂટી નીકળશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જીવનના ઘણા બધા ક્ષેત્ર એવા હોય છે કે જ્યાં મનુષ્ય ખુશીની શોધમાં નીકળી પડે છે. ભોગ અને વિલાસની દુનિયા આવી જ છે. મનુષ્યનું શરીર મળ્યું છે તો ઇન્દ્રિયો તેમની ભૂખ મિટાવવા ઇચ્છશે જ. કોઇ ગમે તેટલું સંયમી થઇ જાય, ઇન્દ્રિયોની ભૂખ પર તેણે કામ કર્યું જ હોય. 
કોઇને કહે કે ન કહે પણ પોતે તો જાણતા જ હોય કે કેટલી તાકાત લાગી ત્યારે ઇન્દ્રિયો ભોગ-વિલાસથી અન્યત્ર વળી. ખુશીની શોધમાં કામ ઉર્જાનો સહારો લઇને લોકો વિલાસની દુનિયામાં જાય છે પરંતુ ત્યાં પણ ખુશી મળતી નથી, કેમ કે કામ ઉર્જાનો સદુપયોગ જ પ્રસન્નતા છે, તેનો દુરુપયોગ દુ:ખનું કારણ છે. આપણે સમજદારીથી તેને ઉંમરના ખાનામાં વહેંચવી જોઇએ. 14 વર્ષની આસપાસની ઉંમરમાં કામ ઉર્જા જાગે છે અને ઘણા સવાલો ઊભા કરી લે છે. જો તમારો વિવેક જાગૃત હોય તો ઠીક, નહીંતર જે લોકો તમારો ઉછેર કરી રહ્યા છે તેમની વાત માની લેવી. 28 વર્ષની ઉંમર સુધી કામ ઉર્જા શિખર પર હોવાનું કહેવાય છે. 
આ ગાળામાં ઘણા લોકો કર્મથી ભ્રષ્ટ થઇ જાય છે, ચરિત્રથી ભટકી જાય છે. 45 વર્ષની ઉંમર બાદ કામ ઉર્જા ઘટવાનું શરૂ થાય છે. ઘટતી વખતે પણ તેને સહારો જોઇએ. આ સમયે તેને ધર્મનો સહારો આપો અને 50થી 60 વર્ષની વચ્ચે કામ ઉર્જાને અધ્યાત્મનો સહારો આપી દો. દરેક ઉંમરમાં જો તેનો સદુપયોગ કરી લેવાય તો પ્રસન્નતા માટે બહાર ક્યાંય ભટકવું નહીં પડે, ખુશીના ઝરણાં તમારી અંદર જ ફૂટવા લાગશે...
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો