મંતવ્ય / મનમોહન સિંહ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર નહોતા

pritish nandy article

DivyaBhaskar.com

Jan 26, 2019, 04:16 PM IST

માત્ર પરીકથામાં જ આમ થાય છે કે તમે કોઇ દેડકાને કિસ કરો અને તે રાજકુમાર બની જાય છે. વાસ્તવિક જીવનમાં ખરાબ પુસ્તક ખરાબ રહે છે, તે ક્યારેય પણ ચમત્કારિક રીતે સારી ફિલ્મમાં નથી બદલાતી. તેથી હું કોઇપણ અપેક્ષા વિના જ 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' જોવા માટે ગયો હતો. કારણ કે મને યાદ હતું કે પુસ્તકમાં એક મીડિયા સલાહકારે જણાવ્યું હતું કે વડાપ્રધાને કેવા હોવું જોઇએ. મજાની વાત એ છે કે આ સુષ્ક અને ભયાવહ વર્ણન તે વડાપ્રધાન વિશે છે, જેના માટે તે કામ કરતા હતા. જો આ દુસ્સાહસ તમને વિચલિત ન કરે તો તમે આ વાતે વિચલિત થઇ જાવ છો કે આ દુસ્સાહસી મીડિયા સલાહકારે વડાપ્રધાનને એવા નબળા અને પ્રભાવહીન સારી વ્યક્તિના રૂપમાં ચિતરવાનો નિર્ણય કર્યો, જેને સતત તેમની પાર્ટીના પ્રમુખ - એટલે કે મા-દીકરો - પોતાના હિસાબે નિર્ણય લેવા મજબૂર કરે છે.


આવા વડાપ્રધાનની કથા પણ રસપ્રદ હોત, જે એટલા માટે નિષ્ફળ ગયા, કારણ કે તે ભ્રષ્ટ અને ચાલાક જોડી તેના દરેક નિર્ણયને બદલવા માટે તત્પર હતી. પણ, હકીકતમાં આપણે બધા જાણીએ છીએ કે મનમોહન સિંહ ઘણીખરી રીતે પોતાની મરજીના માલિક હતા. હકીકતમાં સંકોચશીલ, સૌમ્ય, નબળા અને પોતાના માટે અથવા જે વાતોમાં તેઓ વિશ્વાસ કરે છે તેના માટે દૃઢતા નહીં દેખાડનારી વ્યક્તિના રૂપમાં મીડિયાએ તેમની છબિ ત્યારે સર્જી હતી જ્યારે તેમની સરકા ખોડંગાવા લાગી હતી અને ઘણાં કૌભાંડો અને વિવાદ મથાળામાં ચમક્યા હતાં. હું પણ આ પ્રકારની વાતોનો શિકાર થઇ ગયો હતો પણ પછી મને ખબર પડી હતી કે આ વાતો કેટલી ખોટી છે. પણ, સંજય બારુંને તો સારી જાણકારી હોવી જોઇએ કારણ કે તેઓ તો તેમની સાથે ચાર વર્ષ સુધી રહ્યા હતા.


હકીકતમાં હું જે મનમોહન સિંહને જાણું છું તેઓ શાંત, બુદ્ધિશાળી, દૃઢ વ્યક્તિ છે. 1991માં તેઓ એકતરફી રીતે (પીવી નરસિંહારાવની કેબિનેટમાં નાણામંત્રી તરીકે) દેશને પરિવર્તનના પંથે લઇ ગયા હતા. જે અર્થતંત્ર તેમને પ્રાપ્ત થયું હતું તેની હાલત ખરાબ હતી. રાજકારણમાં નવા-સવા આવેલા હોવા છતાં તેમણે જોખમ લેવાનો નિર્ણય કર્યો હતો અને નિર્ણાયક પાયાના સુધારા કર્યા હતા. તેમણે હંમેશા આ સુધારાઓનો શ્રેય પોતાના વડાપ્રધાનને આપ્યો હતો અને રાવે તેને ચુપચાપ સ્વીકાર કર્યો હતો.


સિંહ અને વાજપેયી ખૂબ સારા વડાપ્રધાન બન્યા અને જ્યોતિ બસુ દેશના સૌથી સારા એવા પ્રધાનમંત્રી બનતા રહી ગયા, જે ક્યારેય ભારતને નહોતા મળ્યા. કારણ કે તેમની પાર્ટીએ તેમને તક જ નહોતી આપી. જવાહરલાલ નેહરૂ બાદ માત્ર સિંહને પાંચ વર્ષના સતત બે કાર્યકાળ મળ્યા. વડાપ્રધાન વાજપેયી બાદ જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે તેમનો તે કાર્યકાળ એટલો સારો હતો કે કોંગ્રેસ વધારે સીટો સાથે સત્તામાં પરત ફરી હતી અને તેઓ હોદ્દા પર જળવાઇ રહ્યા હતા. પણ, યુપીએ-2 કાર્યકાળ ખૂબ ખરાબ રહ્યો અને એક બાદ એક કૌભાંડોમાં ફસાયેલો રહ્યો હતો. કોઇ નહોતું માનતું કે સિંહનો તેમા હાથ છે પણ આરોપના કેટલાક છાંટા તેમની પર પણ પડ્યા હતા.


સિંહ વડાપ્રધાનના તરીકે નબળી વ્યક્તિ નહોતા. મારા મતે તેમણે લોકસભાની એકપણ ચૂંટણી ભલે ને ન લડી હોય પણ તેઓ દેશના સારા વડાપ્રધાનો પૈકી એક હતા. તેઓ જાણતા હતા કે દેશને શું જોઇએ છે અને તેમણે રાજકારણને કારણે પોતાના માર્ગથી ભટકવા દીધા નહોતા. સમાજવાદી પરંપરાઓમાં ડૂબેલા ભારતમાં સુધારાવાદી અર્થતંત્ર લોકપ્રિય નથી રહ્યું. છતાં તેમણે કેટલાક સાહસિક નિર્ણયો લીધા હતા, જેમણે ભારતને મજબૂત રીતે પરિવર્તનના પંથે લાવી દીધું હતું. યુપીએ-2 દરમિયાન મેં તેમની વિરુદ્ધ લખ્યું હતું, પણ, હવે જ્યારે હું વળીને નજર કરું છું તો લાગે છે કે તે આપણો સૌથી સારો સમય હતા ખાસ કરીને આ જોઇને કે તે બાદ કેવો સમય આવ્યો છે.


ફિલ્મે તેમની સાથે ન્યાય નથી કર્યો. જોકે, અનુપમ ખેર વર્ષોથી મારા મિત્ર છે અને તેમણે સિંહનું પાત્ર ખૂબ કલાપૂર્ણ રીતે નિભાવ્યું છે પણ તેઓ તેમની આંતરિક શક્તિને પકડવામાં નિષ્ફળ રહ્યા છે. પટકથા અને તે રીતે જ ડિરેક્ટરે તેમને નિષ્ફળ કર્યા છે. અક્ષય ખન્નાએ સંજય બારુની પાત્ર વાસ્તવિક વ્યક્તિ કરતાં અનેક ગણી સારી રીતે ભજવ્યું છે. અક્ષય પોતાની દરેક ભૂમિકાઓને સંભાવનાથી આગળ લઇ જાય છે. ખેરની પ્રતિભા સિંહના હાવભાવને ઠીક-ઠીક પકડવામાં વ્યક્ત થઇ હતી પણ, તેઓ તે વ્યક્તિની વાસ્તવિક શક્તિ અને ચુબકીય વ્યક્તિત્વને જોઇ શક્યા નહોતા, જેને તેઓ પરદા પર રજૂ કરી રહ્યા હતા. આ વાતે જરાય શંકા નથી કે તેઓ આપણા સર્વશ્રેષ્ઠ નાણામંત્રી અને સારા વડાપ્રધાન હતા. તેમના કાર્યકાળના વર્ષોને જોઇએ તો લાગે છે કે તેઓ કેટલા મહત્ત્વપૂર્ણ હતા. ખાસ કરીને આજે જ્યારે આપણે એક અલગ સરકારને હેઠળ અર્થતંત્રને નોટબંદી, આધાર કાર્ડ અને જીએસટી જેવા નિર્ણયોથી બગડતું જોઇ રહ્યા છે.


આજે જો કોઇ એક એવી વ્યક્તિ છે જેને દેશ ગંભીરતાથી સાંભળે છે તો તે સિંહ જ છે. તેમણે નોટબંધીને 'સંગઠિત લૂંટ અને લૂંટને અપાયેલી કાયદેસરતા' ગણાવી હતી તો રાષ્ટ્રે તેની પર ધ્યાન આપ્યું હતું. તેઓ આજે પણ વિપક્ષમાં સૌથી વિશ્વસનીય વ્યક્તિ છે. પાંચ વર્ષની ઘૃણા અને નિરર્થક હિંસા જોયા બાદ માત્ર કોંગ્રેસમાં જ નહીં, રાજકારણ અને નાગરિક સમાજમાં ઘણાં લોકો વડાપ્રધાન પદે તેમનુું પુનરાગમન ઇચ્છશે. તેમને લાગે છે કે આપણા રાજકારણ પર તેમની શાંતિદાયક અસર પડશે અને તેઓ અર્થતંત્રના આરોગ્યને ફરી સારું કરી દેશે.

[email protected]
(પ્રીતીશ નંદી વરિષ્ઠ પત્રકાર અને ફિલ્મ નિર્માતા છે)

X
pritish nandy article
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી