શાહિદ આફ્રિદી / રમતમાં ઉંમર છુપાવવાની છેતરપિંડી ગંભીર મુદ્દો

ayaz memon article on shahid afridi

  • પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની ઓટોબાયોગ્રાફી 'ગેમ ચેન્જર' લોન્ચ થઈ ચૂકી છે

divyabhaskar.com

May 05, 2019, 08:16 AM IST

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની ઓટોબાયોગ્રાફી 'ગેમ ચેન્જર' લોન્ચ થઈ ચૂકી છે. આ પુસ્તક ચર્ચામાં છે જેનું કારણ વિવિધ મુદ્દે તેમાં કરવામાં આવેલી વાત છે. અત્યારસુધી પુસ્તકની જે વાતો સામે આવી તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે બાયોગ્રાફી પણ આફ્રિદીની રમત જેવી જ છે. ફટાફટ, આક્રમક અને કોઈની ચિંતા કર્યા વગરનું વલણ. જેમકે આફ્રિદીએ પૂર્વ કિક્રેટર જાવેદ મિયાંદાદ અને વકાર યુનિસની ટીકા કરી છે. ખાસ વાત એ છે કે જ્યારે આફ્રિદી રમતો હતો ત્યારે બંને ખેલાડીઓ કોઈને કોઈ સમયે ટીમના કોચ રહી ચૂક્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર પર પણ આફ્રિદીએ કટાક્ષ કર્યો છે. મેદાન પર આફ્રિદી અને ગંભીરની લડાઈની વાતો જગજાહેર રહી છે. ગંભીર હવે રાજકરણમાં સક્રિય છે. આફ્રિદીએ એક વ્યક્તિની પ્રશંસા કરી છે અને તે પૂર્વ ક્રિકેટર તથા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન છે. આફ્રિદીએ તેમને કમિટેડ વ્યક્તિ ગણાવ્યા હતા.

પુસ્તકમાં જે લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેઓ પોતાના નામની સાથે જોડાયેલા કિસ્સાથી ઘણા નારાજ છે તથા તેઓ આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવાનું નક્કી કરી ચૂક્યા છે. જે પણ હોય વિવાદ વેચાય છે. હવે આફ્રિદીની ઉંમરનું ઉદાહરણ જ લઈ લો. તેણે પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે તેણે જ્યારે શ્રીલંકા વિરુદ્ધ 1996માં નૈરોબીમાં સદી ફટકારી હતી ત્યારે તે 16 વર્ષનો નહોતો. આફ્રિદીએ ઉંમર છુપાવી હતી. તે ઈનિંગ્સે જ આફ્રિદીને બિગ-હિટરની ઓળખ સાથે 'બૂમ-બૂમ'નો ટાઈટલ આપ્યો હતો. આ વાત પણ સાચી છે કે આફ્રિદી રમ્યો ત્યાંસુધી તેની ઉંમર ચર્ચામાં રહી. તેની ઉંમર પર જોક્સ પણ બન્યા હતા. અંતે તેણે વાસ્તવિકતા જણાવી દીધી.

આપણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સીનિયર લેવલે ભલે ઉંમરનું કોઈ મહત્વ ન હોય પણ જૂનિયર લેવલે તેનું ઘણું મહત્વ હોય છે. તેના આધારે ખેલાડીનું લેવલ નક્કી થાય છે અને તે આગળ વધે છે. ભારતમાં ઉંમર છુપાવવાના કિસ્સા સામે આવતા રહે છે અને ઘણા તો દબાયેલા જ રહે છે. આ મુદ્દાની ગંભીરતા તેનાથી સમજવી જોઈએ કે 2015માં એમકે પટૌડી લેક્ચરમાં દ્રવિડે મોટાભાગે ઉંમર છુપાવવાની છેતરપિંડીના મુદ્દે જ વાત કરી હતી. રાહુલે કહ્યું હતું કે,'ઘણીવાર 12-13 વર્ષના બાળકોને 16-18 વર્ષના ખેલાડીઓ સાથે રમવું પડે છે. માત્ર એટલા માટે કે મોટા ખેલાડીઓએ ઉંમર છુપાવી અને ખોટી જણાવી. મારી ચિંતા એ છે કે જે બાળક પોતાના માતા-પિતા અને કોચને ફેક સર્ટિફિકેટ બનાવતા જોતો હોય છે, તે પોતે આગળ ચાલીને ચિટિંગ કરવાનું જ શીખવાનો છે.' જરા વિચારો, વાત તો સાચી જ છે.

X
ayaz memon article on shahid afridi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી