મેનેજમેન્ટ ફંડા / તમે ઇતિહાસ બચાવીને ઇતિહાસ બનાવી શકો છો

You can make history by saving history

એન રઘુરામન

Jun 12, 2019, 07:31 AM IST

અદભુત ઇતિહાસમાં રચેલા આ વિશાળ દેશના અનેક શહેરોના સ્થાનીય ઇતિહાસના સંરક્ષણમાં આપણે નિષ્ફળ રહીએ છીએ. તેના વિપરીત વિદેશમાં સામાન્ય રીતે જોવા મળે છે કે ગાઇડ, મ્યુઝિયમમાં સવાર-સાંજની વૉક અને અન્ય પ્રવૃતિઓના માધ્યમથી દરેક જગ્યાનો ઘણો બધો ઇતિહાસ ત્યાં આવનારા લોકોને ઉપલબ્ધ કરાવે છે. સ્વતંત્રતા પછી આપણે આપણું સંપૂર્ણ ધ્યાન આર્થિક સ્થિરતા મેળવવામાં લગાવી દીધું અને આ પ્રક્રિયામાં આપણે આપણાં સમૃદ્ધ ઇતિહાસના સંરક્ષણમાં ચૂકી ગયા. આપણે છત્રપતિ શિવાજી જેવા યોદ્ધા વિશે જાણીએ છીએ કારણ કે આપણે તેને સ્કુલમાં ઇતિહાસની પુસ્તકોમાં વાંચ્યા છે

પરંતુ આપણને તેમની બહાદુરીથી લડેલી લડાઇઓ, કરેલા મહાન નિર્ણયો અને તેમની ઉદારતાની વાતો કાળક્રમમાં અથવા તારીખ મુજબ યાદ નથી આવતી, ત્યારે પણ નહીં જ્યારે આપણે તેમના કિલ્લા સામે ઊભા હોઇએ, જે ત્યાં આવનારા લોકો માટે ઘણી સારી કહાણી હોય શકે છે. આ જ કારણ છે કે જ્યારે પુણેના સોફ્ટવેર પ્રોફેશનલ સારંગ માંડકે અને સારંગ ભોઇરકર (બંને 32 વર્ષીય) પોતાની જોબની સાથે પુણેના ઇતિહાસના સ્ટોરીટેલર બન્યા તો ઘણા લોકોને આશ્ચર્ય થયું. પુણેના ઇતિહાસ તથા હેરિટેજ વિશે વિવિધ પ્રવૃતિઓ આયોજિત કરવા અને તેમના નેતૃત્વ કરાવનારા શોખીન ઇતિહાસકારોની વધતી લિસ્ટમાં જ તે બંને સામેલ છે. તેમને ઇતિહાસ, ઇંડોલોજી, પુરાતત્વ વિજ્ઞાન, વાસ્તુકળા અથવા ઇતિહાસ સંરક્ષણમાં કોઈ ઔપચારિક પ્રશિક્ષણ નથી મળ્યું. તેમનો રસ જ તેમનું માર્ગદર્શન કરી રહ્યો છે.

સ્વયં જ અભ્યાસ કરીને ‘એક્સપર્ટ’ બનેલા આ લોકો માત્ર ત્યાં આવતા લોકોને જ નહીં પરંતુ ત્યાંના સ્થાનીય રહેવાસીઓને પણ પુણેના ભૂતકાળથી પરિચય કરાવી રહ્યા છે. ‘ગોષ્ટ ઇથે સંપત નાહી’ એટલે કહાણી અહીં ખતમ નથી થતી, નામથી સંચાલિત થતા ભોઇરકર અને માંડકેના સ્ટોરીટેલિંગ સેશન મુખ્ય રૂપથી મરાઠા રાજ્ય અને પેશવા કાળની કહાણીઓ પર કેન્દ્રિત હોય છે.તેની શરૂઆત કેવી રીતે થઈ? તેમણે શરૂઆત છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને પેશવા શાસનની કહાણીઓ પર બ્લોગ સાથે તેની શરૂઆત કરી. તેમાં વણાંક ત્યારે આવ્યો જ્યારે તેમને એક મિત્રના ઘરે 20-25 શ્રોતાઓ માટે સ્ટોરીટેલિંગ સેશન માટે આમંત્રિત કરવામાં આવ્યા.

એવું માનવામાં આવ્યું હતું કે આ સેશન બે કલાકમાં ખતમ થઈ જશે પરંતુ તે ત્રણ કલાક સુધી ચાલ્યું અને જે ફીડબેક મળ્યો તે ચકિત કરનારો હતો. એક વર્ષ પહેલા પુણે સ્થિત એડવેન્ટર તથા આઉટડોર ઇવેન્ટ કંપની ‘ટ્રેકિઝ્મ’ના સંસ્થાપકોએ તેમને સ્ટોરીટેલિંગના માધ્યમથી પોતાની ટૂરની ગુણવત્તા વધારવા માટે આમંત્રિત કર્યા. મહિનામાં બે વખત ભોઇરકર અને માંડકે ટ્રેકિઝ્મના ટ્રેક્સ એન્ડ વૉક્સનમાં કહાણીઓ સંભળાવે છે. કિલ્લા અને ઇતિહાસના વારસાને સાચવવાના આ કામમાં 22 વર્ષીય ઉદ્યમી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શાંતનુ પરાંજપે અને કમ્પ્યુટર એપ્લિકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અનુરાગ વૈદ્ય પણ જોડાઇ ગયા અને તેમણે મળીને એક પુસ્કર લખી ‘ફિરસ્તી મહારાષ્ટ્રાચી’, જેમાં 30 કરતા પણ વધુ ઐતિહાસિક સ્થળોની માહિતી હશે.

તેમણે ‘ફિરસ્તી મહારાષ્ટ્રાચી’ના આ નામથી ડિસેમ્બર 2018માં હેરિટેજ વૉક પણ શરૂ કરી. હવે માંડકે, ભોઇરકર, પરાંજપે અને વૈદ્ય જેવા લોકો આવા ઐતિહાસિક ઉદ્દેશ્યના પથ પ્રદર્શક બની ગયા છે. આવી વૉક દરમિયાન કહાણીઓ સંભળાવીને જ આવનારી પેઢીમાં ગર્વની ભાવના ઉત્પન્ન કરી શકાય છે. ફંડા એ છે કે તમારો વ્યવસાય ગમે તે હોય જો તમને તમારા શહેરથી પ્રેમ છે તો હરો-ફરો, તેને નવેસરથી શોધો અને ધીમે-ધીમે આંશિક ટૂરિસ્ટ ગાઇડ કરતા વધુ તમારા વારસાના નિષ્ણાત બની જાઓ. તમે ઇતિહાસનું સંરક્ષણ કરવાની સાથે ઇતિહાસનું નિર્માણ પણ કરી શકો છો.

X
You can make history by saving history

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી