મેનેજમેન્ટ ફંડા / તમે લોકોની 'યુનિવર્સિટી'માં હંમેશા ભણાવી શકો છો

You can always teach in people's 'universities'

Divyabhaskar.com

Sep 11, 2019, 07:45 AM IST

આપણા ઘરના સફાઈ કામદારો ઘણીવાર બધા વિવિધ કારણો આપીને એડવાન્સ માંગતા રહેતા હોય છે પણ, તેમની આ માંગનું તદ્દન નવું જ કારણ સામે આવ્યું છે. મને તમારા ઘર વિષે તો ખબર નથી પણ,મારા ઘરે આ અઠવાડિયે આવું થયું. આ વીકમાં મારે ઘરે કામ કરતી એક કામદાર હેરાન હતી અને તેણે 2000 રૂપિયાની તરત સહાયતા માંગી. મેં જયારે કારણ જાણવા માંગ્યું ત્યારે તેણે કહ્યું કે, પ્રાઇવેટ ટેક્સી ચલાવનાર તેના પતિથી એક સામાન્ય ડ્રાઈવિંગ ભૂલ થઇ ગઈ છે અને તેના કારણે ભરવાના દંડના કારણે તેના માસિક ખર્ચનો હિસાબ બગડી ગયો છે જે તેના પતિની ગાડીના પેટ્રોલના ખર્ચા જેટલો છે. એ પણ જાણવા મળ્યું કે સ્પીડ લિમિટ તોડવાના કારણે તેના પતિને 2000 નો દંડ થયો છે. જી હા, હું મોટર વાહન અધિનિયમની વાત કરી રહ્યો છું જે સંસદમાં પાસ થઈને ૧ સપ્ટેમ્બર 2019થી લાગુ કરાયો છે.

ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા લોકો ભલે પછી કોઈ પણ પ્રકારનું વાહન ચલાવતા હોય તે રીક્ષા, ટેમ્પો કે પછી ઓલા-ઉબર જેવી અટેચ પ્રાઇવેટ ટેક્સી જ કેમ ના હોય તેમણે ચેન્નાઈના વ્યાસરપાડી ગામના ધંડપાણી નામના વ્યક્તિ વિષે જરૂર જાણવું જોઈએ. મૂળરૂપે ધર્મપુરી જીલ્લાના રહેવાસી ધંડપાણી કિશોર વયે ખિસ્સામાં માત્ર ૭ રૂપિયા લઈને ચેન્નાઈ આવતા રહ્યા હતા. પોતાના ગામથી 1140 કી.મી દૂર સપનાઓના શહેર ચેન્નાઈ સુધી પહોચવા માટે તેમણે દૂધ વાહન જેવા ઘણા વાહનોમાં યાત્રા કરી. જયારે તેઓ ચેન્નાઈ પહોચ્યા ત્યારે તેમને મળેલી સૌથી પહેલી શીખ એ હતી કે, સ્કૂલ ડ્રોપ આઉટ બાળકો માટે ક્યાય પણ કામ મળવું અઘરું હોય છેમ જે તેમની સાથે થઇ રહ્યું હતું. ત્યાર બાદ લગભગ એક દાયકા સુધી સંઘર્ષ કરતા કરતા ઘણી શીખ મેળવી અને પી-પાઈ જોડીને ઓટો ડ્રાઈવિંગનું સ્વતંત્ર કામ શરુ કર્યું.

આ દરમિયાન તેમના લગ્ન થયા અને તેઓ ત્રણ બાળકોના પિતા બન્યા પણ, તેઓ પોતાની પહેલી શીખ કે શિક્ષણ જરૂરી છે તે ક્યારેય ણા ભૂલ્યા. તેમણે કામના કલાકો વધારી દીધા સવારે ૭ વાગે નીકળીને રાત્રે ૧૦ વાગ્યા સુધી અને ઘણી વાર એનાથી પણ મોડા આવતા પણ, તેમ છતાં તેમણે પોતાના બાળકોના શિક્ષણ સાથે કોઈ સમાધાન ણા કર્યું. તેમણે જે બીજી શીખ મેળવી તે પ્પોતાના સાથી ઓટોરીક્ષા ડ્રાઈવરોને જોઇને શીખ્યા જે પોતાના વાહનના ઉપરના ઉપરના ભાગમાં ફિલ્મી સ્ટાર્સ અને નેતાઓની તસવીરો લગાવીને ફરતા હતા. જયારે તમે આવા એક્શન હીરો અને નેતાઓથી ઘેરાયેલા હંમેશા ભાગતા શહેરમાં હોવ તો વાહનની સ્પીડ લિમિટ અને સિગ્નલ તોડવાના જોશ બતાવવાના કામ થતા રહે છે અને આ માટે તમે તન-મનથી તૈયાર હોવ છો. આ જ ધ્યાનમાં રાખીને ૫૮ વર્ષીય ધંડપાણીએ પોતાની ડ્રાઈવર સીટ પાસે પરિવારની તસવીર લગાવી અને અને તેઓ તે જોઇને જ પોતાનો દિવસ શરુ કરતા હતા.

અ જાણતા જ પણ આ ફોટો તેમને સ્પીડ નિયંત્રિત રાખીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રેરિત કરે છે. તેમનું કહેવું છે, 'મેં ક્યારેય આડેધડ ઓટો ચ્લ્લાવી નથી કેમ કે, આ ફોટો મને પરિવાર પ્રત્યેનું કર્તવ્ય યાદ કરાવે છે. બીજી તરફ જેમ જેમ તેમના બાળકો સારું ભણતા રહ્યા અને તેમની પત્નીએ ઘરનો છેડો સંભાળ્યો, તે સ્વયં પાંચ પેટ ભરવા આકરી મહેનત કરતા રહ્યા. પણ, જયારે પણ તે સડક પર વાહનોની આવીને મરેલા જાનવરોનું શબ જોતા, તેમનું મન દુઃખી થતું હતું. એટલે જ જયારે તેમના દિનેશે સ્કૂલનું શિક્ષણ પૂરું કરી લીધું ત્યારે ધંડપાણીએ સ્વયં પહેલ કરીને તેનું એડમીશન વેટરનરી સાયન્સમાં આગળ ભણવા કરાવી દીધું. રસની વાત એ હતી કે, દિનેશને આ વાતની જાણ ત્યારે થઇ જયારે કાઉન્સેલિંગની તારીખો જાહેર કરાઈ.

આજે ધંડપાણી ત્રણ ગ્રેજ્યુએટ બાળકોના ગર્વિત પિતા છે. તેમાંથી એક વેટરનરી ડોક્ટર, એક સિવિલ એન્જીનીયર અને એક લેકચરર છે. તેમની ખુશીઓની કોઈ સીમા નથી હોતી જયારે તેઓ પોતાના બાળકોને અંગ્રેજી બોલતા સાંભળે છે. જયારે તેમના બાળકો પિતાને રોલ મોડલ તરીકે જોવે છે- એક એવી વ્યક્તિ જેણે જીવનમાં ક્યારેય એક પૈસાનો દંડ નથી ભર્યો જયારે તેઓ એવા વ્યવસાય માં છે જ્યાં દંડ થવો સામાન્ય છે. ફંડા એ છે કે, જો તમારી પાસે અક્ષરજ્ઞાન નથી તો કોઈ વાંધો નહી, જીવન તમને એવી ગની તકો આપે છે જયારે તમે લોકોની વચ્ચે રહીને તેમની 'સંગત વાલી યુનીવર્સીટી'માં સ્વયંને શિક્ષિત કરી શકો છો. હા, આમ કરવાની શપથ લેવી તમારા પર છે.

X
You can always teach in people's 'universities'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી