મેનેજમેન્ટ ફંડા / ક્યાં ગઈ આપણી એ જૂની શીખો?

Where did our old learn?

એન રઘુરામન

Jan 22, 2020, 07:43 AM IST
સોમવારે જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં વિદ્યાર્થીઓને ઘરમાં પોતાના રૂમને ટેક્નોલોજીથી મુક્ત રાખવા માટે આખી રહ્યા હતા ત્યારે હું મારા મિત્રના ઘરે હતો. ત્યાં મિત્રનો છઠ્ઠા ધોરણમાં ભણતો દીકરો મોબાઈલ ફીણ અપાવવા માટે કહી રહ્યો હતો. તેણે મોટા અવાજે ઘોષણા કરી, 'મારી ફાઇનલ પરીક્ષાના છેલ્લા દિવસે મને સ્માર્ટફોન જોઈએ.' તેના કારણે મને બાળપંણની એક ઘટના યાદ આવી ગઈ. મારી સાથે ટ્યુશન ક્લાસમાં આવનારો એક સિનિયર છોકરો સાયકલ ખરીદવાની જીદ કરી રહ્યો હતો. તેના પિતા સાયકલ રીક્ષા ચલાવતા હતા. તેમની કમાણી રોજની 7થી 10 રૂપિયાથી વધુ નહિ હોય કેમ કે, 70ના દાયકાની આસપાસ, જ્યાં પગપાળાં ચાલીને જતા 20 મિનિટ થાય ત્યાં સાઇકલ પર પહોંચવામાં 25 પૈસાથી વધારે થતા ન હતા.
તેની માતા ઘરોમાં કામ કરતી હતી, જયારે તેની મોટી બહેન કોલેજ પછી નાગપુરના સીતાબરડી માર્કેટ વિસ્તારમાં સ્ટેશનરીની દુકાન પર પાર્ટ ટાઈમ કામ કરતી હતી. ત્યાં સુધી કે તેની બીજી બ્હેન પણ નાના બાળકોને ટ્યુશન આપીને ઘરખર્ચમાં મદદ કરતી હતી. છોકરાએ પરિવાર સામે શર્ટ મૂકી હતી કે, જો તેની બહેન સેકન્ડ હેન્ડ સાયકલ ખરીદવા માટેના પૈસા લઈને નહિ આવે તો તે ઘરે પરત નહિ આવે. સાથે જ તેણે પહેલાથી ટ્યુશનમાં એક છોકરા સાથે સાંજે 55 રૂપિયામાં સાયકલ ખરીદવાની વાત કરી લીધી હતી. પરિવારના લોકો ચિંતામાં હતા કેમ કે, બે બહેનો વચ્ચે તે એકલો ભાઈ હતો. મફતમાં ભણવનાર અમારા ટ્યુશન શિક્ષક મૂલ્યોની શિક્ષા પર વધારે ભાર મૂકતા હતા અને દરેકની આર્થિક પરિસ્થિતિ સમજતા હતા. જયારે તેમને આ છોકરા દ્વારા પરિવારને અપાયેલી અંતિમ ચેતવણી વિષે ખબર પડી એ દિવસે તેમણે એક સરપ્રાઈઝ ટેસ્ટ લીધી. એ ટેસ્ટ અમારા માટે સામાન્ય હતી કેમ કે, મહિનામાં એક વાર તો તે લેવાતી જ અને ટેસ્ટ બાદ ટીચર દરેક સવાલ સાથે જોડાયેલી એક વાર્તા કહેતા હતા. એ દિવસે આમ તો અમારી રજા હતી. પણ, ટીચર એ છોકરાનું જિદ્દી વર્તન સ્ફળતાપૂર્વ બદલી શક્યા.
ટેસ્ટમાં આ પ્રકારના પ્રશ્નો હતા- 1. તમારા ઘર પાસેના ત્રણ થિયેટર્સ અને ત્યાં ચાલી રહેલી ફિલ્મોના નામ જણાવો? 2. તમારો દરરોજ આવતો ગમતો રેડિયો શો કયો છે અને શું ક્યારેય એવું બન્યું છે કે, રેડિયોમાં બેટરી ના હોવાના કારણે પ્રોગ્રામ સાંભળી શક્યા નહિ? 3. તમે કોઈ સંબંધી અથવા માતા-પિતા જે પોકેટમની આપે છે એનું તમે શું કરો છો અને એ જ પૈસાનું તમારા ભાઈ-બહેન શું કરે છે? 4. તમારા ઘરે જ્યાંથી લોટ અને કરિયાણું આવે છે એ ઘંટી અને કરિયાણાની દુકાનનું નામ શું છે? 5. તમારા પરિવારનો દરેક સભ્ય કેટલા કલાક સૂવે છે? 6. તમારા પરિવારમાં સૌથી વધુ યોગદાન કોણ આપે છે? 7. એવો કોઈ સમય યાદ છે જયારે પરિવારે તમને કોઈ વસ્તુ અપાવવામાં સંઘર્ષ કર્યો હોય? જો હા, તો એ શું હતી? તમે સમજી ગયા હશો કે છોકરાએ શું જવાબ આપ્યા હશે.
જયારે અમે ટ્યુશનમાંથી બહાર આવ્યા ત્યારે એ છોકરાનો પરિવાર શિક્ષકના ઘરની બહાર ઉભો હતો. તેના પિતાના એક હાથમાં પ્લાસ્ટર હતું. તેઓ થોડા દિવસ પહેલા રિક્ષામાંથી પડી ગયા હતા અને કામ પર જય શક્યા ન હતા કેમ કે, ચઢાણમાં તેઓ રીક્ષા ખેંચી શકે એમ ન હતા. જયારે નાગપુર રેલવે સ્ટેશન પહોંચવા માટે ચઢાણવાળા રસ્તેથી પસાર થવું પડતું હતું, જેને 'ટેકરી' રોડ કહેવાય છે. એટલે એ દિવસોમાં લોકો રીક્ષા દ્વારા જ સ્ટેશને જતા કેમ કે, તેમની પાસે સામાન પોન રહેતો હતો. છોકરાની બહેને તેના હાથમાં પૈસા મૂકી દીધા. જયારે તેણે પૂછ્યું કે પૈસા ક્યાંથી આવ્યા તો બહેને કહ્યું કે, તેણે અને માતાએ કામ કરવાની જગ્યા પરથી એડવાન્સ સેલેરી લીધી છે. સારી વાત એ હતી કે, છોકરાએ પૈસા લેવાની ના કહી દીધી અને કહ્યું મને સાયકલ નથી જોઈતી. એ 15 વર્ષના છોકરાએ પિતાને કહ્યું, 'આજથી, જ્યાં સુધી તમારો હાથ સાજો નહિ થાય ત્યાં સુધી, રીક્ષા હું ચલાવીશ.' અને સીધી વાત છે માતાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા અને પિતાની આંખો ભીની થઇ. બંને બહેનોએ ભાઈને ગળે લગાડ્યો. અમે બધા બાલ;કો પણ ભાવુક થઇ ગયા. ફંડા એ છે કે, કશું બદલાયું નથી. સાયકલની જગ્યા હવે મોબાઈલ ફોને લીધી છે. આપણા પૈસાની કિંમતમાં બે શૂન્ય વધી ગયા છે. પણ, મૂલ્યોની શીખ આપવા માટેની આપણી જૂની પદ્ધતિઓ ક્યાંક ખોવાઈ ગઈ છે.
X
Where did our old learn?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી