મેનેજમેન્ટ ફંડા / સમય જ બતાવે છે કે સમયની શું કીમત છે

Time itself shows what time is worth

એન રઘુરામન

Jan 12, 2020, 07:40 AM IST

તમને એ કહાણી યાદ છે જેમાં એક માસૂમ દીકરો કમ્પ્યૂટર પર કામ કરવામાં વ્યસ્ત પોતાના પિતાને પૂછે છે, 'પપ્પા તમે એક કલાકમાં કેટલા રૂપિયા કમાઈ લો છો?' પિતા નારાજ થઈને જવાબ આપે છે, 'તારે તેનાથી શું કામ છે, તું આવી વાતો શા માટે પૂછે છે?' દીકરો જવાબ આપે છે, 'બસ એમ જ, પ્લીઝ જણાવોને.' પિતા તેની તરફ જોયા વિના કહે છે, '100 ડોલર.' દીકરો તરત પૂછે છે, 'શું તમે મને 50 ડોલર આપશો?' પિતા વધુ ગુસ્સે થઈ જાય છે અને કહે છે, 'શું તે આવું એટલે પૂછ્યું હતું કે તું કોઈ રમકડું અથવા કોઈ અન્ય વસ્તુ માટે મારી પાસે રૂપિયા માંગી શકે?' પોતાના રૂમમાં જઈને સૂઈ જા. તું સ્વાર્થી થઈ રહ્યો છે.

હું રોજ ખૂબ મહેનત કરીને રૂપિયા કમાઉં છું.' નાનકડો બાળક ચૂપચાપ પોતાના રૂમમાં ગયો અને બારણું બંધ કરી નાખ્યું. જ્યારે પિતાનો ગુસ્સો શાંત થયો તો તેમને અહેસાસ થયો કે તેનો દીકરો ક્યારેક જ રૂપિયા માંગે છે અને બની શકે તેને કોઈ વસ્તુની જરૂર હોય. પિતા દીકરાના રૂમમાં ગયા અને જોયું કે તે રડી રહ્યો છે. પિતાએ દીકરાને 50 ડોલર આપ્યા અને કહ્યું, 'આ લે પરંતુ તું શું ખરીદવા માંગે છે?' દીકરાએ ઓશીકા નીચેથી કેટલીક વળી ગયેલી નોટ કાઢી અને પિતાને કહ્યું, 'હવે મારી પાસે 100 ડોલર છે. શું હું તમારો એક કલાક ખરીદી શકું છું? પ્લીઝ કાલે ઘરે જલ્દી આવી જજો. હું તમારી સાથે ડિનર કરવા માંગુ છું.' પિતા ખરાબ રીતે તૂટી ગયા. તેમની આંખોમાં આંસૂ હતા. તે દીકરાને ભેટી ગયા અને તેની માફી માંગી.

મને આ કહાણી યાદ આવી જ્યારે મેં સામાજિક કાર્યકર્તા પ્રકાશ શુક્લાના સ્વાસ્થ્ય બગડવા વિશે સાંભળ્યું. તેઓ 80 વર્ષ કરતા વધુ ઉંમરના છે અને તેમણે મંગળવારે જયપુરમાં સરકાર દ્વારા સંચાલિત સવાઈ માનસિંહ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. અત્યારે તેમને સમય આપવા માટે તેમની પાસે કોઈ ન હતું.મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રકાશ શુક્લા 1974માં દિલ્હી મ્યુનિસિપાલિટીમાં ડિપ્ટી કમિશનર હતા. પછી 1975માં તે જે. પી. આંદોલન સાથે જોડાયા અને આપાતકાલ દરમિયાન જેલ ગયા. પછી તે જયપુરમાં રહેવા લાગ્યા. ત્યાં તેમણે ગુલાબી શહેરના વોલ એરિયામાં પ્રવાસીઓના ચાલવાના કારણે બનેલા ઊંબરામાં દુકાનદારોના અતિક્રમણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો.

તેને 1989માં હાઇકોર્ટમાં તેને ખાલી કરવવા માટે પીઆઇએલ દાયર કરી પરંતુ સરકારે તેની અપીલ પર ધ્યાન ન આપ્યું. તે મામલાને સુપ્રીમ કોર્ટ લઈ ગયા જેણે મુખ્યમંત્રી અશોક ગહલોત અને જયપુરના મ્યુનિસિપાલિટી કમિશનર મંજીત સિંહને આદેશ આપ્યો કે ઊંબરા ખાલી કરાવવામાં આવે. આ જીત હાંસલ કરવામાં પ્રકાશને 25 વર્ષ લાગ્યા. હોસ્પિટલમાં તેમના એડમિટ થયાના થોડા દિવસો સુધી તો મિત્રોએ તેમને સાંચવ્યા. મિત્રની અન્ય પણ વ્યસ્તતાઓ હતી એટલે તેમણે જયપુરમાં આઠ મહિના જૂના 'ટાઇમ બેન્ક ઓફ ઇન્ડિયા'ની મદદ લીધી.

તેના સ્વયંસેવકો હોસ્પિટલ અથવા ઘરમાં એવા બીમાર અને જરૂરિયાતમંદ લોકોને પોતાનો સમય આપે છે જે એકલા છે. તેના બદલામાં તેમણે જેટલો 'સમય ખર્ચ' કર્યો છે એટલો સમય તેમના એકાઉન્ટમાં જમા થઈ જાય છે. તેને તેઓ ત્યારે ઉપયોગ કરી શકે છે જ્યારે તેઓ વૃદ્ધ થઈ જશે અથવા તેમને મદદની જરૂર હશે. હવે શનિવારથી આ બેન્કના સ્વયંસેવક પ્રકાશની સંભાળ કરી રહ્યા છે. તેની શરૂઆત એપ્રિલ 2019માં પી. સી. જૈને કરી હતી અને ત્યારે દેશભરમાં તેના 600 સભ્યો છે પરંતુ તેનું યોજનાબદ્ધ અને વ્યવસ્થિત કામ જયપુરમાં જ શરૂ થયું અને અત્યાર સુધી વ્યવસ્થિત રીતે માત્ર ત્રણ લોકોની મદદ કરી શકાય છે.

આ પહેલા ટ્રાયલ દરમિયાન અનેક લોકોની મદદ કરવામાં આવી અને હવે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની મદદથી તેને ધીમે-ધીમે ગતિ મળી રહી છે. તેના માટે સુરક્ષાની દ્રષ્ટિએ વિસ્તારના પિન કોડના આધાર પર વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે અને આ પ્રક્રિયામાં સામેલ દરેક વ્યક્તિને રજિસ્ટર કરવામાં આવી રહ્યા છે. અત્યારે સ્વયંસેવકોની સંખ્યા વધી છે પરંતુ જરૂરિયાતમંદોની સંખ્યા વધવાની બાકી છે. આ બેન્કમાં રૂપિયાની નહીં માત્ર સમયની લેવડ-દેવડ થાય છે.

X
Time itself shows what time is worth

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી