તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારાપણું અને ભલાઇનાં કામ અમર થઇ જાય છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

એક દિવસ નારદ ઋષિ વાલ્મીકિ ઋષિને ત્યાં ગયા તો તેમણે નારદને પૂછ્યું, 'એવી કઇ પરિપૂર્ણ વ્યક્તિ છે જેની પાસે શક્તિ હોય, તેણે પોતાના કર્તવ્યોનું પણ ધ્યાન હોય, દરેક પ્રકારે ખરો હોય, પોતાના વચનનું દ્રઢપણે પાલન કરતો હોય, કરુણામય હોય, જ્ઞાની,આત્મ-સંયમી, શક્તિશાળી હોય.તે ક્રોધ તેમજ ઇર્ષ્યાથી તો મુક્ત હોય પણ જ્યારે કોઇ ઉશ્કેરે તો તે તેમાં આતંક પેદા કરી દે? નારદે જવાબ આપ્યો, 'કોઇ એક વ્યક્તિમાં ગુણોનો આવો મેળ તો દુર્લભ છે, પણ એક એવી વ્યક્તિ છે, જેના નામને જપીને તમે એ નામ પર અસાધારણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, તે છે રામ'.આવું આરકે નારાયણે પોતાના પુસ્તક , 'દ ઇન્ડિયન એપિક રીટોલ્ડ'લખ્યું છે.  દર વર્ષે જ્યારે આપણે બધા દશેરા મનાવીએ છીએ, તો આપણે રામના અન્ય ગુણોની સાથે સૌથી વધુ બુરાઈને નષ્ટ કરીને પોતાના લોકો માટે સારાપણું સ્થાપિત કરીને તેમના ગુણ યાદ આવે છે. આ જ રીતે ગાંધીને પણ તેમના અન્ય ગુણોની સાથે આપણા દેશની સ્વતંત્રતામાં તેમના યોગદાનને વધુ યાદ કરાય છે. મને આ વાતો ત્યારે યાદ આવી જ્યોર મને આ સોમવાર માસ્ટર ગાર્ડનર સિડની પર્સી-લેનકાસ્ટરની બે પ્રપૌત્રીઓની જાણકારી મળી, જે દક્ષિણ આફ્રિકાતી લખનઉ સ્થિત નેશનલ બોટેનિકલ રિસર્ચ ઇન્સ્ટિ.(NBRI) આવી, જેનાથી તેમના પપ્પાના પપ્પા લગભગ છ દાયકા સુધી જોડાયેલા હતા.  જો તમારા ઘરના કંપાઉન્ડમાં અથવા કોલોનીમાં અલગ-અલગ રંગના બોગનવેલ હોય તો તેનો શ્રેય પર્સી-લેનકાસ્ટરને જાય છે.જેમણે એ સમયે તેને લોકપ્રિય બનાવી. તે એવા છેલ્લા અંગ્રેજ હતા, જેમણે ભારત સરકારના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ હોર્ટિકલચરલ ઓપરેશન્સનો હોદ્દો સંભાળ્યો હતો. દેશ આઝાદ થયા બાદ તે 1947માં ઇંગ્લેન્ડ પરત જતા રહ્યા હતા. 1904માં પિતાના નિધન બાદ પર્સીને એગ્રી-હોર્ટિકલચરલ સોસાયટીની આસિસ્ટન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવી. 1910માં તે આસિ. સેક્રેટરી અને 1914માં સેક્રેટરી બન્યા અને ભારતીય સમાજ તેમજ ગાર્ડનિંગની લાંબી સેવાઓ આપ્યા બાદ ઓક્ટોબર 1953માં નિવૃત્ત થયા સુધી એ જ પદ પર રહ્યા.  તેમણે NBRIને જાન્યુઆરી 1959 સુધી સેવાઓ આપી, જ્યારે તેમના પુત્ર એલિક પર્સી લેનકાસ્ટરે તેમના પર દક્ષિણ રોડેશિયાના સેલિસબરીમાં પોતાના પરિવારની સાથે સામેલ થવા માટે દબાણ કર્યું. તે પોતાની સાથે પરિવારના છોડનો સંગ્રહ પણ લઇ ગયા જેથી નિવૃત્તિ બાદનો સમય આનંદપૂર્વક પસાર થાય. 1960માં પત્ની અને 1961માં એલિકના અવસાન બાદ નવેમ્બર 1961માં પર્સી NBRI પાછા ફર્યા, જ્યાં તેમણે જીવનના અંતિમ વર્ષ વિતાવ્યા. દેશ માટે તેમનું યોગદાન અનોખું છે.એક માનવ માત્રના રૂપમાં આપણે ભગવાન રામ અથવા ગાંધીજી જેવા ન બની શક્યા, પણ નિશ્ચિતરૂપે આપણે પર્સી જેવા બનીને પોતાની વિશેષજ્ઞતાના ક્ષેત્રમાં આવું કશું નિર્મિત કરી શકીએ છીએ , જેને આવનારી અનેક પઢીઓ તેને માણી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો