મેનેજમેન્ટ ફંડા / યુદ્ધનું મહત્વપૂર્ણ હથિયાર ભરોસો અને ધૈર્ય

The important weapon of war is trust and patience

Divyabhaskar.com

Jul 12, 2019, 07:43 AM IST

આ હેડલાઈન વાંચીને જો તમે એવું અનુમાન લગાવી રહ્યા છો કે, નીચે કદાચ વર્લ્ડકપ ક્રિકેટમાં ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરમાં ધૈર્યની કમીના કારણે તેના ધરાશાયી થવા વિષે તમને વાંચવા મળશે, તો તમે નિરાશ થશો. એ વાત સાચી છે કે, હું ભારતીય ટીમનો પ્રશંસક છું પણ માત્ર 'જીતનાર' ભારતીય ટીમનો પ્રશંસક નથી. મેં આજે મારુ ધ્યાન એક એવી વ્યક્તિ પર કેન્દ્રિત કર્યું છે જે એક કે બે નહિ પણ સતત 29 મહિનાથી એ તાકતવર લોકો ની વિરુદ્ધમાં લડી રહ્યો હતો જે એક પારંપરિક ભારતીય માધ્ય વર્ગના પરિવારનો ઓક્સિજન (પગાર વાંચો) બંધ કરવા પર તુલ્યા હતા.

આ લડાઈ 2015માં એ વખતે શરૂ થઇ જયારે બોમ્બે પોર્ટ ટ્રસ્ટે પોતાના 9500 કર્મચારીઓને પોતાના આધાર નંબરની જાણકારી જમા કરાવવા કહ્યું. તેમાંથી લગબગ બધા એ જાણકારી આપી દીધી બસ કેટલાંકને બાદ કરતા, જેમાંથી એકે આ 'મનફાવ્યું ફરમાન' સમજ્યું હતું. શરૂઆતમાં લેગભગ 30 લોકોએ પોતાના આધારની જાણકારી આપવાની ના કહી. નોટિસ મોકલવામાં આવી અને ત્રીજી નોટિસમાં કહેવાયું કે જો જાણકારી નહિ આપે તો પગાર કાપી લેવામાં આવશે. ત્યારબાદ માત્ર પાંચ જ કર્મચારી હતા, જે આ દબાણ પછી પણ ડગ્યા ન હતા.

તેમાંથી એક હતા ટેક્નિકલ ડિપાર્ટમેન્ટના 49 વર્ષીય રમેશ કુરહાડે. કુરહાડેની આ લડાઈ ત્યારે શરૂ થઇ જયારે આધાર પર એક ઐતિહાસિક નિર્ણય આવ્યો હતો જેમાં કહેવાયું હતું એ, સરકારની કલ્યાણકારી યોજનાઓ માટે આધાર બેઝડ ઓળખ અનિવાર્ય હશે પણ, ખાનગી ઉપયોગ માટે આધારની અનિવાર્યતા રોકવાની વાત કરવામાં આવી હતી. કુરહાડેનો મામલો આ બીજા ભાગ સાથે જોડાયેલો હતો કેમ કે, તેનો સવાલ હતો કે, હું નોકરી કરું છું તેના બદલામાં પગાર મેળવું છું અને આ કોઈ સરકારી યોજના નથી તો શા માટે મારે આધાર આપવું જોઈએ? ઘણા કર્મચારીઓએ યુનિયનના સક્રિય સભ્ય અને ટ્રેડ યુનિયન લીડર ડૉ. દત્તા સામંતના પાક્કા સમર્થક રહ્યા, કુરહાડેએ પોતાના દમ પર 'મનફાવ્યાં ફરમાન' વિરુદ્ધ લડાઈ કરી અને ગયા મહિને તેમની જીત થઇ.

એક મિલ મજૂરના દીકરાના રૂપે કુરહાડે યાદ કરે છે કે, જયારે તેઓ માત્ર 12 વર્ષના હતા ત્યારે 1982માં સામંતના નેતૃત્વમાં કાપડ મિલન મજૂરોની વર્ષ લાંબી ચાલેલી લડાઈમાં તેમના પાછળ ચાલી નીકળ્યા હતા. એ જ સમય હતો જયારે કુરહાડેએ ડૉ. સામંત પાસેથી શીખ મેળવી કે જો કોઈ મજૂરને લડાઈ લડવી છે તો તેના ઘરમાં ઓછામાં ઓછું છ મહિનાનું કરિયાણું હોવું જોઈએ. તેમણે 2015માં પહેલી નોટિસ મળ્યાથી માંડીને જુલાઈ 2016માં પગાર સંપૂર્ણ રીતે બંધ થયો ત્યાં સુધી બને એટલું કરિયાણું ઘરમાં ભેગું કરી લીધું હતું.

તેમનો પગાર બંધ થઇ જતા અન્ય ચાર સાથીઓએ પણ દબાણમાં આવીને પોતાની જાણકારી આપી દીધી અને તેઓ એકલા લડનાર બચી ગયા. 2016-17 દરમિયાન કુરહાડેએ પોર્ટ ટ્રસ્ટ સાથે સતત પત્ર વ્યવહાર કર્યો, પરિણામ એ આવ્યું કે જાન્યુઆરી 2018માં એક રિટ દાખલ કરવામાં આવી. તેમના સિવાય બધાએ હાથ ઊંચા કરી લીધા હતા. નવેમ્બર 2018માં અંતરિમ આદેશમાં બોમ્બે હાઇકોર્ટે બોમ્બે પોર્ટ ટ્રસ્ટને કુરહાડેને પગાર આપવાનું શરૂ કરવાનો હુકમ આપ્યો હતો અને 20 જૂન 2019ના રોજ પૂર્ણ આદેશ આપ્યો અને કહ્યું કે, તેને 7.5 ટકા વ્યાજ સાથે ચૂકવણી કરવામાં આવે. કુરહાડેએ કહ્યું કે, તે આધાર આપવાની વિરુદ્ધમાં એટલે હતા જે કારણે તેના સંરક્ષક હતા. જો તેનો ઉપયોગ પગાર માટે કરવામાં આવે છે તો તે ગોપનીયતાનો ભંગ છે. તે કહે છે, 'મારી લડાઈ આધારના ઉપયોગના સિદ્ધાંત મુદ્દે હતી.' એક ઉદાહરણ કાયમ કરનાર નિર્ણય માટે તેમની સિદ્ધાંતની આ લડાઈ તેમનની કંપની ક્યારેય નહિ ભૂલે. ફંડા એ છે કે, જો તમે પોતાના સિદ્ધાંતો કે અધિકારોની લડાઈ શરૂ કરવાના છો તો તમને ઉદ્દેશ્ય પર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ એટલું જ નહીં સંપૂર્ણ ધૈય હોવું જોઈએ.

X
The important weapon of war is trust and patience
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી