મેનેજમેન્ટ ફંડા / આદર્શ સમાજ સક્ષમ અને દિવ્યાંગ બંને અંગે વિચારે છે

The ideal society thinks of both the able and the deviant

Divyabhaskar.com

Jan 21, 2020, 07:43 AM IST
પ્રભાવવાદ કલા આંદોલન પછી ડચ પેઈન્ટર વિન્સેન્ટ વેન ગોએ કેનવાસ પર ઓઈલથી "ધ સ્ટોરી નાઈટ' નામનું પેઈન્ટિંગ જૂન, 1889માં બનાવ્યું હતું. આ તસવીરમાં તેમના ઘરની પૂર્વ તરફ ખુલનારી બારીમાંથી દેખાતું સૂર્યોદય પછીનું પ્રથમ દૃશ્ય હતું, જેમાં એક આદર્શ ગામ પણ દેખાતું હતું. આ 1941થી ન્યૂયોર્કના મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટના કાયમી કલેક્શનનો ભાગ છે. તેને વેન ગોની સૌથી શ્રેષ્ઠ અને પશ્ચિમી સંસ્કૃતિના ઈતિહાસની સૌથી પ્રખ્યાત પેઈન્ટિંગ માનવામાં આવે છે. આ જ રીતે 1931માં આર્ટિસ્ટ સાલ્વાડોર ડાલનું પેઈન્ટિંગ "ધ પર્સિસ્ટન્સ ઓફ મેમરી' પણ અતિયથાર્થવાદના સમયનું સૌથી ચર્ચિત પેઈન્ટિંગ છે. તે પણ 1934થી ન્યૂયોર્કના મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટના કલેક્શનનો એક ભાગ છે. આ અત્યંત જાણીતું છે અને પોપ્યુલર કલ્ચરમાં તેનો સંદર્ભ આપવામાં આવે છે.
આ જ રીતે કૃષ્ણલીલા અને રસિકપ્રિયાનું શાનદર ચિત્રણ કરતી બૂંદી પેઈન્ટિંગ્સ પણ ભારતીય લઘુ ચિત્રકલાની રાજસ્થાની શૈલીમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેની શરૂઆત જયપુર-ઉદયપુર વચ્ચે આવેલા બૂંદી રજવાડાથી થઈ હતી. જેમાં મોગલ અને દક્ષિણી કલાઓનું સંયોજન છે, જે અનોખું છે. મને વિશ્વાસ છે કે, આ બધું વાંચ્યા પછી કલામાં રસ ધરાવતા લોકો ગૂગલ પર જઈને જરૂર જોશે કે પેઈન્ટિંગ કેવું દેખાય છે. જોકે, જરા વિચારો કે દ્રષ્ટિહીન લોકો દુનિયાભરમાં પ્રશંસા મેળવતી આ કલાકૃતિઓને કેવી રીતે જોશે?
આ જ કારણ છે કે, પૂણેમાં મહર્ષિ કર્વે શિક્ષણ સંસ્થાના ડૉ. ભાનુબેન નાણાવટી કોલેજ ઓફ આર્કિટેક્ચર ફોર વુમનના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને એક આવા જ આર્ટ એક્ઝિબિશનનો વિચાર આવ્યો, જેમાં દ્રષ્ટિહીન પણ કલાકૃતિઓની પ્રશંસા કરી શકે, તેને જાણી શકે. આ એક્ઝિબિશન એ ઈન્ટરનેશનલ કોન્ફરન્સનો ભાગ છે, જેમાં દિવ્યાંગોના અધિકાર જેવા વિષયો પર ચર્ચા થશે. આ શોના એક ભાગ તરીકે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ પ્રખ્યાત ચિત્રકારોનાં લગભગ 11 પેઈન્ટિંગ્સ ફરીથી બનાવ્યા છે,
તેમને સમગ્ર સ્વરૂપમાં હાથથી સ્પર્શ કરીને અનુભવી શકાય તેવી કલાકૃતિમાં તબદીલ કર્યા છે. દ્રષ્ટિહીન વ્યક્તિ સરળતાથી અનુભવી શકે અને તેનો આનંદ લઈ શકે. સાથે જ પેઈન્ટિંગ્સની માહિતી બ્રેઈલ લિપીમાં આપવામાં આવી છે અને એક ઓડિયો ક્લિપ પણ છે. જેનાથી દ્રષ્ટિહીનને પેઈન્ટિંગના પાછળનો વિચાર સમજવામાં મદદ મળે છે.
આ એક્ઝિબિશન 20 જાન્યુઆરીથી શરૂ થયું છે, જેમાં વિશ્વપ્રસિદ્ધ 11 પેઈન્ટિંગ્સના થ્રીડી વર્ઝન પ્રદર્શિત કરાઈ રહ્યા છે. સાથે ટેક્સ્ટ, બ્રેલ અને સાઉન્ડની સાથે જાણકારી આપીને કલા પ્રેમીઓનો એક સાથે અનેક અહેસાસનો આનંદ આપવામાં આવી રહ્યો છે. તેમણે સ્પર્શના અનુભવના માધ્યમથી પેઈન્ટિંગ્સનો અર્થ, કન્ટેન્ટ અને કમ્પોઝિશનને સમજાવવાના નવા આઈડિયાનો ઉપયોગ કર્યો છે. તેમને આશા છે કે, તેનાથી કલાના પ્રસ્તુતિકરણ અને પ્રશંસામાં નવી ક્રાંતિની પહેલ થશે, જે માનવજાતની વિવિધતાનો પણ સ્વીકાર કરે છે.
કોઈ પેઈન્ટિંગ અને તેના આર્ટિસ્ટ અંગે ઓડિયો ક્લિપ દ્વારા માહિતી આપવી સરળ છે, પરંતુ સ્પર્શ દ્વારા અહેસાસ કરાવવો મુશ્કેલ છે. આર્કિટેક્ચરના પ્રથમ વર્ષની છાત્રા સુરભિ વર્મા જેવા વિદ્યાર્થીઓએ ભારતની પારંપરિક "બૂંદી' ચિત્રકલામાં પેપરનો ઉપયોગ કરીને સ્પર્શનો અહેસાસ કરાવતું સ્વરૂપ આપ્યું છે. વાદળ બનાવવા અને હરણને થ્રીડી ઈફેક્ટ આપવા માટે રૂનો ઉપયોગ કરાયો છે. અનેક દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને તેમનો આ કોન્સેપ્ટ ગમ્યો છે.
આ સોમવારથી 11 એવા પેઇન્ટિંગ જનતાની સમક્ષ લાવવામાં આવી રહી છે, વળી વિદ્યાર્થીઓ 44 પેઇન્ટિંગના મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. કોલેજની ફેકલ્ટી મેમ્બર કવિતા મુરૂગકર પ્રમાણે આ પ્રયાસ વિદ્યાર્થીઓના ભણતરનો પણ ભાગ છે અને સામાન્ય જનતા માટે ખોલવામાં આવી રહ્યો છે. ફંડા એ છે કે, આપણે ખુદને સર્વસમાવેશક સમાજ ત્યારે જ કહી શકીશું, જ્યારે આપણે કલા, પ્રશંસા અને મનોરંજનની વાત હોય ત્યારે દિવ્યાંગો અંગે પણ વિચારીશું. માત્ર મૂળભૂત સુવિધાઓ આપીને સંતોષ માની ન શકાય.
X
The ideal society thinks of both the able and the deviant
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી